ઘણી વખત લોકો શહેરની બહાર કે શહેરમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે ટેક્સી બુક કરાવે છે. ટેક્સી તમારી મુસાફરીને અનુકૂળ બનાવે છે. પરંતુ આ સુવિધાને બદલે તમારે ડ્રાઈવરને ઘણા પૈસા ચૂકવવા પડે છે. બીજી બાજુ જો તમે તેની તુલના બસ ભાડા સાથે કે બીજા કોઈ ટ્રાન્સપોર્ટ સાથે કરો છો તો તમારા માટે ટેક્સી ખૂબ મોંઘી છે. જો તમે હાલમાં જ ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો અને ટેક્સી બુક (Taxi Booking) કરાવવા માગો છો તો જાણો અહીં એવી ટિપ્સ (Travel Tips) છે, જે તમારા માટે આ બાબતમાં મદદરૂપ સાબિત થશે. તેને અપનાવીને તમે સસ્તામાં ટેક્સી બુક કરાવી શકો છો.
કૂપન કોડ લાગુ કરો
તમે જે ટેક્સી એપનો સૌથી વધુ ઉપયોગ કરો છો, તે એપ વારંવાર તમને તમામ કૂપન કોડના મેસેજ મોકલતા હશે. આવા કોડ પર નજર રાખો અને જો જરૂરી હોય તો ટેક્સી-કેબ બુકિંગ દરમિયાન કોડ એપલાય કરો. તેનાથી તમારી કેબ સસ્તી પણ થાય છે.
એરપોર્ટ પરથી કેબ બુક ના કરો
જો તમે એરપોર્ટ પરથી ટેક્સી-કેબ બુક કરાવો છો તો તે તમને ઘણો ખર્ચ કરાવશે. તેથી તમારે આવી સ્થિતિમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા જતી વખતે રસ્તામાં કોઈ એવી જગ્યાએ ઉતરો જ્યાંથી તમે ટેક્સી મેળવી શકો. પછી ત્યાંથી ટેક્સી બુક કરો. આ કરવાથી તમને ટેક્સી બહુ મોંઘી નહીં લાગે.
કિંમતોની સરખામણી કરો
કેટલીકવાર લોકો એક જ કેબ એપનો ઉપયોગ કરે છે. પરંતુ જો તમને સસ્તા ભાવે ટેક્સી જોઈએ છે તો તમે ઘણી એપ્સ પર તેની કિંમત ચકાસી શકો છો. આ સિવાય તમે પ્રાઈવેટ ટેક્સી બુકિંગની કિંમત પણ અલગથી જાણી શકો છો. બધી કિંમતોની સરખામણી કર્યા પછી તમારી કાર બુક કરો. આ રીતે તમે સસ્તા ભાવે બુકિંગ કરી શકશો.
લોકોનો અભિપ્રાય લો
અનેક લોકો એવા હોય છે જે નિયમિત રીતે આવી કેબ એપનો ઉયોગ કરતા હોય છે. તમે તેમનો અભિપ્રાય લઈ શકો છો કે કઈ કેબ વધુ સસ્તી પડશે. હવે તો કેબ એપ બાઈક કેબની પણ સુવિધા આપે છે, જો તમે સામાન વગર કોઈ સ્થળે જઈ રહ્યા છો તો તે પણ તમને સૌથી સસ્તો વિકલ્પ આપે છે. બાઈક કેબ રીક્ષા કે કાર કરતા વધુ સસ્તી મુસાફરી કરી આપે છે. પણ તેના પર ફકત એક વ્યક્તિ જ મુસાફરી કરી શકે છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/DXu0CkA
via IFTTT