Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Surat : ક્રાઇમ બ્રાન્ચની બે ટીમોને ઈનામ આપી ગૃહ વિભાગે સન્માનિત કર્યા, ક્રાઇમ બ્રાન્ચે પાર પાડયા હતા આ ઓપરેશન

Surat Crime Branch Team Honoured By Home Department

ગુજરાતના(Gujarat) ગૃહ વિભાગ દ્વારા સુરત(Surat) ક્રાઇમ બ્રાન્ચની(Crime Branch)બે અલગ અલગ ટીમોને 2 લાખ અને 1 લાખનું ઇનામ આપી સન્માનિત કર્યા છે. જેમાં સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માથાભારે ગેંગસ્ટર પ્રવીણ રાઉત અને ચીકલીગર ગેંગને ઝડપી પાડવા બાબતે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી (Harsh sanghavi)  દ્વારા આજે સુરત ક્રાઈમ બ્રાન્ચની બંને ટીમોને સન્માનિત કરવામાં આવ્યા હતા. સુરત શહેરને ક્રાઈમ મુક્ત કરવા માટે સુરત પોલીસ દ્વારા સતત અલગ અલગ વિસ્તારોની અંદર ફ્રુટ પેટ્રોલિંગ, સાયકલ પેટ્રોલિંગ અને જે કોમ્બિંગ કરવામાં આવે છે તેને લઈને આજે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી કામગીરીને બિરદાવી હતી થોડા દિવસ અગાઉ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા છ વર્ષથી ભાગતા ફરતા અને અનેક ગુનાની અંદર માસ્ટર માઈન્ડ એવા પ્રવીણ રાઉતને 12 દિવસના ઓપરેશન બાદ બિહારથી તેને ઝડપી પાડી સુરત ખાતે લાવવામાં આવ્યો હતો પ્રવીણ રાઉત 300 થી વધુ લોકોની ગેંગ ચલાવી લોકો પાસે ખંડણી મારામારી હત્યા જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો.

આજે સુરતની મુલાકાતે આવેલ ગૃહમંત્રી દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચની બે ટીમોને સન્માનિત કર્યા હતા અને અભિનંદન પાઠવ્યા હતા સાથે ગૃહ મંત્રી દ્વારા બંને ટીમ માટે જેમાં પ્રવીણ રાઉતને પકડનાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને બે લાખનું ઇનામ જ્યારે બીજી બાજુ ચીકલીગર ગેંગને ફિલ્મી ઢબે પકડનાર ક્રાઈમ બ્રાન્ચની ટીમને એક લાખની ઇનામની જાહેરાત કરી અને તેમના કામને બિરદાવ્યા હતા.

તેમણે કહ્યું કે સુરત પોલીસ દ્વારા જે સતત ફ્રુટ પેટ્રોલિંગ અને કોમ્બિંગ જે કરવામાં આવી રહી છે તેની પણ નોંધ લીધી છે અને પોલીસ કમિશનરને અભિનંદન પાઠવ્યા હતા અને સતત આ રીતની કામગીરી ચાલુ રહે તે માટે સૂચન પણ કર્યું હતું. આ બંને કામગીરીની નોંધ ગુજરાત સરકારે પણ લીધી છે એટલે કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા પણ આ બાબતે શાબાશી પાઠવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસના પીઆઇ લલિત વાગડિયા, કે.આઈ મોદી, પીઆઈ એ. જી. રાઠોડ સાથે પી.એસ.આઇ બી કે રાઠોડ અને તેમની ટીમ સાથે મળીને ચીકલીગર ગેંગને પકડવા માટે યોજના બનાવી હતી. તેમણે જીવના જોખમે આ ચીકલીગર ગેંગને બારડોલી નજીકથી ઝડપી પાડી હતી અને તેમની ઉપર 15 થી વધુ ગુનાને ડિટેક્ટ કર્યા હતા આ કામગીરીને પણ ગૃહ મંત્રી દ્વારા મિટિંગની અંદર બિરદાવી હતી. જ્યારે બીજી કામગીરીમાં ગેંગસ્ટર એવા પ્રવીણ રાઉત જે બિહારમાં બેઠા બેઠા સુરતની અંદર 300 થી વધુ છોકરાઓ રાખી અલગ અલગ વેપારીઓને ધમકાવીને ખંડણી માંગતો હતો તેની ધરપકડ કરી છે.

સુરત પોલીસની ટીમ બિહારમાં 12 દિવસ સતત વોચમાં રહી અને બિહારના એક નાનકડા ગામમાંથી પ્રવીણ રાઉતને ઝડપી પાડી સુરત ખાતે લાવવામાં આવ્યો હતો. આ તમામ બાબતો ઉપરથી કહી શકાય તો સૌથી વધુ મહત્વનું પરિબળ સુરત પોલીસ કમિશનરે પણ ભાગ ભજવે કારણ કે આ તમામ જે ક્રાઈમની ટીમો છે તેમને સતત એક પછી એક જે કામગીરીની અંદર પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જે લોકો કામ કરે છે તેમને ઇનામ પણ સમયસર મળે તે માટે અને સન્માનિત પણ કરતા હોય છે. આખરે ગૃહ વિભાગ દ્વારા પણ આ કામગીરીને ધ્યાનમાં રાખીને તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/atisljx
via IFTTT
I.T. engineer

Post a Comment