ભારત અને ઈંગ્લેન્ડ (ENG vs IND) વચ્ચે બર્મિંગહામમાં ટેસ્ટ મેચ (Test Cricket) રમાઈ રહી છે. જેમાં ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરી રહી છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા (Team India)ની શરૂઆત ખરાબ રહી હતી. ભારતે 98 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી રિષભ પંત (Rishabh Pant) અને રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)એ ઈનિંગ્સને સંભાળી અને ભારતના સ્કોરને 300 રનથી આગળ લઈ ગયા. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના ઉપ સુકાની અને વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે શાનદાર પ્રદર્શન કરતા સદી ફટકારી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ અડધી સદી ફટકારી હતી. રિષભ પંતે શાનદાર પ્રદર્શન કરતા એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
ટેસ્ટ ક્રિકેટમાં પંતે 2000 રન પુરા કર્યા
રિષભ પંત ટેસ્ટ મેચમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. તેના પહેલા મહેન્દ્ર સિંહ ધોની અને સૈયદ કિરમાણી પણ ટેસ્ટ મેચમાં 2000 રનનો આંકડો પાર કરી ચૂક્યા છે. આ સાથે પંતે વધુ એક મોટી સિદ્ધિ મેળવી છે. તે એશિયા બહાર ભારત માટે સૌથી ઝડપી ટેસ્ટ સદીના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. આ મામલામાં વિરેન્દ્ર સેહવાગ અને મોહમ્મદ અઝહરુદ્દીન પ્રથમ સ્થાને છે.
A brilliant 100-run partnership comes up between @RishabhPant17 & @imjadeja
Pant now has crossed 2000 runs mark in Test cricket.
Live – https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/aEbEmStwjF
— BCCI (@BCCI) July 1, 2022
ટીમ ઈન્ડિયા (Team India)નો પ્રતિભાશાળી ખેલાડી રિષભ પંત (Rishabh Pant) એક કેલેન્ડર વર્ષમાં બે સદી ફટકારનાર વિકેટકીપર બેટ્સમેન બની ગયો છે. તેની પહેલા રિદ્ધિમાન સાહા (Wriddhiman Saha) પણ આ અદ્ભુત કામ કરી ચુક્યા છે. રિદ્ધિમાન સાહાએ આ અજાયબી વર્ષ 2017માં કરી હતી. જ્યારે ધોનીએ આ કારનામું વર્ષ 2009 માં કર્યું હતું.
FIFTY for @imjadeja
He joins the party with his 18th Test half-century.
Live – https://t.co/xOyMtKJzWm #ENGvIND pic.twitter.com/9QwPkvfcTB
— BCCI (@BCCI) July 1, 2022
ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ તે પછી રિષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ ઈનિંગ્સને સંભાળી લીધી હતી. આ બંને બેટ્સમેનોની ઈનિંગ્સની મદદથી ભારતનો સ્કોર 300 રનને પાર કરી ગયો હતો. રવિન્દ્ર જાડેજાએ જોરદાર બેટિંગ કરતા અડધી સદી ફટકારી હતી.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/yZva0JG
via IFTTT