
ભારતીય ટીમ (Indian Cricket Team) માટે શરુઆતમાં ઈંગ્લેન્ડે આપેલુ લક્ષ્ય આસાન લાગી રહ્યુ હતુ. પરંતુ બેટીંગ ઈનીંગ શરુ થવા સાથે જ ભારતીય ટીમ માટે લક્ષ્ય વિશાળ લાગવા લાગ્યુ હતુ. ભારતીય ટીમની શરુઆત ખરાબ રહી હતી. રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ પેવેલિયનનો રસ્તો માપી ચૂક્યા હતા. આવી સ્થિતીમાં ભારતીય ટીમને જીત મેળવવા માટે આકરી કસોટી પાર કરવી જરુરી બની ગઈ હતી. જેમાં સંકટ મોચન બનીને ફરી એકવાર ઋષભ પંતે દમદાર ઈનીંગ રમી હતી. ઋષભ પંતે (Rishabh Pant) શાનદાર સદી માંચેસ્ટરના મેદાનમાં નોંધાવી હતી. વન ડે કારકિર્દીમાં આ તેની પ્રથમ સદી હતી. આ ઉપરાંત હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને અડધી સદી સાથેની રમત રમી ટીમને લક્ષ્યની નજીક પહોંચાડ્યુ હતી.
પંત અગાઉ ચાર વાર અડધી સદી વન ડે ક્રિકેટમાં નોંધાવી ચુક્યો છે. આ વખતે તે પોતાની અડધી સદીને શતકમાં બદલવામાં સફળ રહ્યો હતો. જોકે હાલની તેની રમત ટીમ ઈન્ડિયા માટે મહત્વની પૂરવાર થઈ હતી. કારણ કે ભારત માટે મેચમાં હાર મેળવવી એટલે વન ડે શ્રેણી ગુમાવવા સમાન બની રહે એમ હતુ. આમ ટીમ ઈન્ડિયાના ગૌરવ માટે શ્રેણી જીતવી એ જરુરી હતી અને બીજી તરફ ભારતીય ટીમે રોહિત શર્મા, વિરાટ કોહલી, શિખર ધવન અને સૂર્યાકુમાર યાદવ જેવી મહત્વની વિકેટો ગુમાવી દીધી હતી. આવી મુશ્કેલ સ્થિતીમાં પંતે સંકટમોચનની ભૂમિકા ભજવતી સદી નોંધાવી હતી. અંતમાં વિજયી ચોગ્ગો પણ તેણે નોંધાવ્યો હતો.
દમદાર ઈનીંગે અપાવી જીત
ઋષભ પંત ફરી એકવાર સંકટમોચકના રુપમાં જોવા મળ્યો હતો. તેને નસીબે પણ સાથ પૂર્યો હતો. 18 રનના સ્કોર પર હતો ત્યારે કિપર બટલરે તેને જીવતદાન આપ્યુ હતુ. આમ તે નસીબના સાથને બેટથી રન નિકાળવામાં બદલવામાં સફળ રહ્યો હતો. પંતે ધીમી અને મક્કમ શરુઆત કરી હતી. તો તેને હાર્દિક પંડ્યાએ સાથ પૂર્યો હતો. આ દરમિયાન પંડ્યાએ સ્કોર બોર્ડને જરુરી રન રેટ સાથે ફેરવતો રહ્યો અને પંતે તેને સાથ પુરાવ્યો હતોં. પંડ્યા 55 બોલમાં 71 રન નોંધાવીને પરત ફર્યો હતો.
ત્યાર બાદ પંતે જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી અને પોતાની અડધી સદીની રમતને પ્રથમ વન ડે સદીમાં બદલવામાં સફળ રહ્યો હતો. આમ તેણે ગીયર બદલીને પ્રદર્શન દર્શાવતા 113 બોલમાં 125 રન નોંધાવીને જીત અપાવી હતી. તેણે અંતમાં વિલીની ઓવરમાં સળંગ 5 ચોગ્ગા જમાવી દીધા હતા. ત્યાર બાદ વિજયી ચોગ્ગો પણ આગળની ઓવરમાં પંતે ફટકાર્યો હતો.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/1vknMbo
via IFTTT