Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Monsoon 2022: સાાબરકાંઠા અને અરવલ્લીમા વરસાદ, હિંમતનગર, ખેડબ્રહ્મા, ધનસુરા, મેઘરજમાં ધોધમાર વરસ્યો, તલોદમાં વિજળી પડતા યુવકનુ મોત

Rain fall today in Sabarkantha rainfall in Aravalli, Young man killed by lightning in Talod Monsoon 2022

સાબરકાંઠા (Sabrkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લામાં મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો હતો. ખેડબ્રહ્મા વિસ્તારમાં ચાર ઈંચ વરસાદ (Rain Fall) ખાબક્યો હતો. સાંજે મૂશળધાર વરસાદ અરવલ્લીના ધનસુરા અને મેઘરજ વિસ્તારમાં વરસવો શરુ થયો હતો. ધનસુરામાં સાંજે 6 થી 8 કલાકની વચ્ચે જ સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધનસુરામાં મંગળવારે રાત્રીના દશ વાગ્યા સુધીમાં સાડા ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ મોડાસા-કપડવંજ સ્ટેટ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. સાબરકાંઠાના હિંમતનગર અને ખેડબ્રહ્મામાં પણ રસ્તાઓ પર અને નિચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તલોદના ખારાના મુવાડામાં વિજળી પડતા યુવકનુ મોત નિપજ્યુ હતુ.

હિંમનતનગર શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. હિંમતનગર શહેરના મહાવીરનગર, મોતીપુરા, ટાવરચોક, જુનાબજાર સહિતના વિસ્તારમાં વરસાદને લઈ પાણી ભરાયા હતા. નેશનલ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. ઉપરાંત શહેરના છોટાલાલ શાહ માર્ગ પર પાણી ભરાયા હતા. હિંમતનગરના ગાંભોઈ, વિરાવાડા, કરણપુર, હિંમતનગર, આગીયોલ અને દલપુર, ગઢોડા, હડિયોલ, બોરીયા,આકોદરા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ સારો વરસાદ વરસાદ વરસતા રાહત સર્જાઈ હતી. વડાલી શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસાદ મોડી સાંજ બાદ વરસ્યો હતો. વડાલીના વડગામડા, થુરાવાસ, થેરાસણા પંથકમાં વરસાદ વસ્યો હતો. તેમજ ઈડર અને તેની આસપાસના વિસ્તારમાં પણ વરસાદી માહોલ રહ્યો હતો. ઇડર અને વડાલીમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

અરવલ્લીમાં પણ વરસાદી માહોલ

જિલ્લાના ધનસુરા અને મેઘરજ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો હતો, ધનસુરામાં સાંજ બાદ શરુ થયેલો વરસાદ ધોધમાર વરસ્યો હતો. સાંજે સાડા પાંચ વાગ્યાના અરસા દરમિયાન શરુ થયેલો વરસાદ રાત્રીના દશ વાગ્યા સુધીમાં સાડા ચાર ઈંચ જેટલો વરસ્યો હતો. જેને લઈને કપડવંજ હાઈવેના વાહન વ્યવહારને અસર સર્જાઈ હતી. મેઘરજ તાલુકામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો, જેમાં ઈસરી, જીતપુર અને રેલ્લાવાડા અને પાંચ મહુડી વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.  ભીલોડા તાલુકામાં પણ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ભિલોડાના જુના ભવનાથ, લીલછા, કિશનગઢ, મલાસા અને ભેટાડી સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. માલપુર અને બાયડમાં વરસાદ નહીંવત રહ્યો હતો.

 

સાબરકાંઠામાં રાત્રીના દશ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ

સાબરકાંઠા
તાલુકો વરસાદ (મીમી)
ખેડબ્રહ્મા 100
પોશીના 54
હિંમતનગર 40
ઈડર 38
વડાલી 35
તલોદ 14
વિજયનગર 05
પ્રાંતિજ 03

 

અરવલ્લીમાં રાત્રીના દશ વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદ

 

અરવલ્લી
તાલુકો વરસાદ (મીમી)
ધનસુરા 111
મેઘરજ 62
ભીલોડા 50
મોડાસા 16
બાયડ 10
માલપુર 03

 

તલોદમાં યુવકનુ વિજળી પડતા મોત

તલોદ તાલુકામાં ખારાના મુવાડા ગામે વિજળી પડતાં એક યુવાન મોત નિપજ્યું. પશુઓને સુરક્ષીત સ્થાને બાંધવા જતા વિજળી પડતા 26 વર્ષીય યુવક તેજપાલસિહ ઝાલા દાઝી જવા પામ્યો હતો. યુવકને તુરત જ સ્થાનિકો દ્વારા તલોદની સિવિલ હોસ્પિટલમાં ખેસડ્યો હતો. પરંતુ વિજળી પડવાથી શરીરે ગંભિર રીતે દાઝી જવા પામેલ હોઈ મોતને ભેટ્યો હોવાનુ તબિબોએ જણાવ્યુ હતુ. આમ જિલ્લામાં વરસાદ દરમિયાન એક દુઃખદ ઘટના સામે આવી હતી. વરસાદ દરમિયાન સાંજે ભારે ગાજ વીજ થઈ હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/cvqebTD
via IFTTT
I.T. engineer

Post a Comment