Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Monsoon 2022: આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને લઈ હિંમતનગર અને ખેડબ્રહ્મામાં SDRF ની ટીમ તૈનાત કરાઈ

Monsoon 2022: SDRF has been deployed in Himmatnagar and Khedbrahma due to the forecast of heavy rain

સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લી (Aravalli) જિલ્લામાં છેલ્લા દશેક દિવસથી માહોલ વરસાદી (Monsoon 2022) બન્યો છે. નદીઓમાં પાણી પણ નવા આવ્યા છે અને જળાશયોની સપાટીમાં પણ નોંધપાત્ર વઘારો થયો છે. આ દરમિયાન આગામી બે દિવસ દરમિયાન ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ અગમચેતીના પગલા સ્વરુપે તંત્રએ પણ તૈયારીઓ કરી લીધી છે. આ માટે રાજ્ય સરકારના તંત્ર તરફથી જિલ્લામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક સાબરકાંઠા જિલ્લામાં તૈનાત કરી દેવામાં આવી છે.

SDRF ના જવાનો સાથેની ટીમ હિંમતનગર ખાતે ગુરુવારે આવી પહોંચી હતી અને જે આગામી બે દિવસની આગાહી સુધી અહીં કેમ્પ રાખશે. સાબરકાંઠા જિલ્લાને વરસાદની આગાહી દરમિયાન રેડ ઝોનમાં રાખવામાં આવેલ છે, એટલે કે ભારે થી અતિભારે વરસાદ વરસી શકે એમ આગાહી કરવામાં આવી છે. આ માટે જિલ્લાનુ તંત્ર પણ સાબદુ કરી દેવામાં આવ્યુ છે.

હિંમતનગર અને ખેડબ્રહ્મામાં કેમ્પ

રાજ્ય સરકાર દ્વારા મોકલવામાં આવેલ એસડીઆરએફની ટીમના 21 સભ્યો હિંમતનગર ખાતે આવી પહોંચ્યા હતા. જ્યા ટીમને બે હિસ્સામાં વહેંચી દેવામાં આવી છે. એક ટીમને હિંમતનગર અને બીજી ટીમને ખેડબ્રહ્મા ખાતે રાખવામાં આવી છે. હિંમતનગર ખાતે 9 સભ્યો અને 13 સભ્યો ખેડબ્રહ્મા ખાતે કેમ્પ રાખશે. વરસાદ દરમિયાન તમામ આકસ્મિક સ્થિતીને પહોંચી વળવા માટે આ ટીમ ચોવીસ કલાક તૈયાર રહેશે. વધુ વરસાદની સ્થિતીમાં તેવા વિસ્તારોમાં પહોંચીને તે બચાવ અને રાહતની કામગીરી ત્વરિતના ધોરણે હાથ ધરશે.

કર્માચારીઓ અને અધિકારીઓને હેડક્વાર્ટર નહીં છોડવા સૂચના

અગાઉથી જ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને માટે ભારે વરસાદની આગાહીને લઈ સૂચનાઓ આપી દેવામાં આવી હતી. જેમાં સૌથી મહત્વની સૂચના કોઈ પણ અધિકારી કે કર્માચારીએ પોતાનુ ફરજનુ હેડક્વાર્ટર નહીં છોડવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત જેસીબી અને ટ્રેકટર સહિતના સાધનો પણ હાથવગા રાખવા માર્ગ અને મકાન વિભાગને સૂચના કરવામાં આવી છે. તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધીકારીઓએ શાળા આચાર્યોના સંપર્ક કરી જરુર જણાયે સ્થળાંતરના કામે સ્કૂલની ચાવી તથા અન્ય વ્યવસ્થા મળી રહે તે પ્રકારે આયોજન કરી સંપર્ક યાદી તૈયાર રાખવા પણ સૂચના મામલતદારો મારફતે કરવામાં આવી છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/LECtGJ0
via IFTTT
I.T. engineer

Post a Comment