Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

India vs West Indies 3rd ODI: શુભમન ગિલ માટે વરસાદ વિલન! 2 રન દૂર હતો અને મેચ રોકાઈ ગઈ, વેસ્ટ ઈન્ડિઝને 35 ઓવરમાં 257 રનનુ લક્ષ્ય

India vs West Indies 3rd ODI 1st innings Report IND Vs WI ODI Today Match Full Scorecard in Gujarati

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે આજે ત્રીજી અને સિરીઝની અંતિમ વન ડે મેચ રમાઈ છે. ભારતીય ટીમ વન ડે સિરીઝમાં 2-0 થી અજેય સરસાઈ ધરાવે છે. ભારતીય કેપ્ટન શિખર ધવને અંતિમ વન ડેનો ટોસ જીતીની પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ દ્વારા શરુઆત સારી કરવામાં આવી હતી. શિખર ધવન (Shikhar Dhawan) અને શુભમન ગિલે (Shubman Gill) સારી શરુઆત ટીમને કરાવી હતી. બંનેએ શતકીય ભાગીદારી નોંધાવી હતી. ધવન અડધી સદી નોંધાવીને પરત ફર્યો હતો. વરસાદના ખલેલને લઈ મેચ લાંબો સમય રોકી દેવી પડી હતી. જેને લઈ બંને ટીમોની 10-10 ઓવરની રમત ઘટાડી દેવામાં આવી હતી. આમ 40-40 ઓવરની મેચ રમાડવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર  બાદ ફરી એકવાર 36 ઓવરની રમત બાદ વરસાદ વરસ્યો હતો અને ભારતની ઈનીંગ સમાપ્ત કરી દેવાયેલી જાહેર કરવામાં આવી હતી. ભારતે 36 ઓવર સુધીમાં ભારતે 225 રન 3 વિકેટે નોંધાવ્યા હતા.

ગિલ માટે સૌથી વધુ કમસનીબ વરસાદ સાબિત થયો હતો. તેની ખુશીઓ માટે વરસાદ વિલન બન્યો હતો. તે 98 રને રમતમાં હતો અને વરસાદ તૂટી પડતા જ ભારતની ઈનીંગ સમાપ્ત જાહેર થઈ હતી. ગિલે શાનદાર રમતનુ પ્રદર્શન કર્યુ હતુ, તે તેની પ્રથમ સદી નોંધાવવા તરફ હતો અને વરસાદે તેની પર જાણે ચિંતા વાદળો ઘેરી લીધા હતા. તે માત્ર 2 રન સદી થી દૂર હતો અને વરસાદે મેચ ફરી એકવાર રોકી દીધી હતી. તેણે આ સમય સુધીમાં 98 બોલમાં 98 રન 2 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદ થી નોંધાવ્યા હતા.

બીજી વાર વરસાદને લઈ 50 મિનિટથી વધુ સમય સુધી રમત રોકાઈ ગઈ હતી. જેને લઈ મેચની ઓવર ફરીથી ઘટાડી દેવામાં આવી હતી. આમ વેસ્ટ ઈન્ડિઝને માટે 35 ઓવરમાં 257 રનનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ. અગાઉ દશ-દશ ઓવર બંને ટીમની ઈનીંગમાંથી ઘટાડ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝની બેટીંગ ઈનીંગ માટે વધુ 5 ઓવર ઘટાડી દેવામાં આવી હતી.

ગિલ-ધવને સારી શરુઆત અપાવી

શિખર ધવન અને શુભમન ગિલે 113 રનની વિશાળ ભાગીદારી નોંધાવી હતી. ઓપનીંગ જોડીએ વિકેટ ટકાવી રાખવાના પ્રયાસ સાથે ધૈર્યપૂર્ણ રમતનો પ્રયાસ કરીને રમતને આગળ વધારી હતી. બંનેએ 22.5 ઓવર સુધી વિકેટ જાળવી રાખીને સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. જોકે ધવન 23 મી ઓવરમાં હેડન વોલ્શના ગુગલી બોલને ફ્લીક કરવાનો પ્રયાસ કર્યો હતો અને બોલ હવામાં હતો, આમ નિકોલસ પૂરને આસાન કેચ ઝડપ્યો હતો. ધવને 74 બોલમાં 58 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ શ્રેયસ અય્યરે ગિલને સાથ પૂરાવ્યો હતો.

 

વરસાદને લઈ 10-10 ઓવર ઘટાડી દેવાઈ

ગિલ અને અય્યર સાથે મળીને વરસાદના વિક્ષેપ બાદ રમતને ઝડપી રમવા પ્રયાસ કર્યો હતો. કારણ કે મેચની 10 ઓવર ઘટાડી દેવામાં આવી હતી. આવામાં રન રેટ ઝડપી રાખીને યોગ્ય મોટો સ્કોર ખડકવો જરુરી હતો. બંને વચ્ચે ભાગીદારી 86 રનની ભાગીદારી રમત રમાઈ હતી. અય્યર 34 બોલમાં 28 રન નોંધાવીને વિકેટ ગુમાવી બેઠો હતો. તે બીજી વિકેટના રુપમાં 199 રનના સ્કોર પર આઉટ થયો હતો. સૂર્યકુમાર યાદવ માત્ર 8 રન જ નોંધાવીને પરત ફર્યો હતો. તે ત્રીજી વિકેટના રુપમાં વોલ્શનો શિકાર બન્યો હતો. સંજૂ સેમસન ત્યાર બાદ ગિલનો સાથ આપવા માટે રમતમાં આવ્યો હતો. તેણે 6 રન નોંધાવ્યા હતા અને વરસાદ વરસતા મેચ રોકી દેવી પડી હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/KUZ6kFT
via IFTTT
I.T. engineer

Post a Comment