Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

India vs West Indies 2nd ODI: હોપની સદી વડે વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 312 રનનુ વિશાળ લક્ષ્ય રાખ્યુ, શાર્દૂલની 3 વિકેટ

India vs West Indies 2nd ODI 1st innings Report IND Vs WI ODI Today Match Full Scorecard in Gujarati

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે ત્રણ મેચોની વન ડે સિરીઝ રમાઈ રહી છે. બીજી વન ડેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને (Nicholas Pooran) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ભારત સામે મોટો સ્કોર ખડકવાની યોજના બનાવા મુજબ રમત રમી દર્શાવી હતી. ઓપનર શે હોપે (Shai Hope) શાનદાર સદી નોંધાવી હતી. વેસ્ટ ઈન્ડિઝે 65 રનની ઓપનીંગ ભાગીદારી સાથે ભારત સામે આક્રમક રમત સાથે શરુઆત કરી હતી. ભારતીય બોલરો બાદમાં હોપ અને પૂરનની રમત સામે જાણે મુશ્કેલ સ્થિતીમાં મુકાઈ ગયા હતા. પૂરને પણ અડધી નોંધાવી હતી. ભારત સામે 50 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 311 રન વેસ્ટ ઈન્ડિઝે નોંધાવ્યા હતા.

હોપ ની જબરદસ્ત સદી

ઓપનીંગ જોડી તરીકે શે હોપ અને કાઈલ મેયર્સ આવ્યા હતા. હોપ એ 115 રનની શતકીય ઈનીંગ રમી હતી. જેના વડે જ વેસ્ટ ઈન્ડિઝ મજબૂત સ્કોર ખડકવાનો પાયો જમાવી શકી હતી. તે 49 મી ઓવર સુધી ક્રીઝ પર રહ્યો હતો અને 135 બોલનો સામનો કર્યો હતો. બંનેએ ઝડપી રમત રમવાની શરુઆત કરી હતી. મેયર્સ અને હોપે 65 રનની ભાગીદારી રમત રમી હતી. પ્રથમ વિકેટના રુપમાં મેયર્સ દીપક હૂડાનો શિકાર બન્યો હતો. તેણે 23 બોલમાં 39 રન નોંધાવ્યા હતા. ત્યાર બાદ બ્રૂક્સે મક્કમ રમત વડે હોપને સાથ પૂરાવ્યો હતો. તેણે 36 બોલમાં 35 રન નોંધાવીને અક્ષર પટેલના બોલ પર આઉટ થયો હતો.

બ્રેન્ડન કિંગ શૂન્ય રન પર જ આઉટ થતા એક સમયે ભારતને રાહત સર્જાશે એમ લાગી રહ્યુ હતુ. પરંતુ ત્યાર બાદ આવેલા નિકોલ પૂરને રાહતની આશા પર પાણી ફેરવતી રમત રમી હતી. પૂરને 77 બોલમાં 74 રનની ઇનીંગ રમી હતી. તેની અડદી સદીની ઈનીંગે હોપને સારો સાથ નિભાવવા સાથે ટીમની સ્થિતી બંનેની ભાગીદારીએ મજબૂત કરી દીધી હતી. આમ ભારત સામે 300 પ્લસનુ લક્ષ્ય નિશ્ચિત મનાવા લાગ્યુ હતુ. રોવમેન પોવેલે 10 બોલમાં 13 રનની ઈનીંગ રમી હતી. અને તે ઝડપથી પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. અંતમાં રોમારિયો શેફર્ડે 11 બોલમા્ં 15 રન અને અકીલ હુસેને એક છગ્ગાની રમત રમીને અણનમ રહ્યા હતા.

ઠાકુરે ઝડપી ત્રણ વિકેટ

ડેબ્યૂટન્ટ આવેશ ખાન તરફથી આશાઓનુ પરીણામ નિરાશા આપનારી રહ્યુ હતુ.. તેણે 6 ઓવર કરી હતી અને 54 રન ગુમાવ્યા હતા. તેની દરેક ઓવરમાં બાઉન્ડરી આવતી રહી હતી. સિરાજે 10 ઓવર કરીને 1 મેડન સાથે નિયંત્રીત બોલીંગ કરી હતી. શાર્દૂલ ઠાકુરે 7 ઓવરમાં 54 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. દીપક હુડા, અક્ષર પટેલ અને યુઝવેન્દ્ર ચહલે એક એક વિકેટ ઝડપી હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/POtAYBI
via IFTTT
I.T. engineer

إرسال تعليق