Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IND vs IND 1st T20: ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમે 199 રનનુ રાખ્યુ લક્ષ્ય, હાર્દિક પંડ્યાની અડધી સદી

IND vs IND: India set a target of 199 against England, Hardik Pandya, Rohit Sharma,

ભારત અને ઈંગ્લેન્ડ (India Vs England) વચ્ચે ત્રણ ટી20 મેચની શ્રેણીની શરુઆત થઈ છે. સિરીઝની પ્રથમ મેચ સાઉથમ્પ્ટનમાં રમાઈ રહી છે. ભારતીય ટીમ આ મેદાન પર પ્રથમ વાર ટી20 મેચ રમવા ઉતર્યુ છે. રોહિત શર્માએ પ્રથમ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. પિચ સારી હોવાનુ કહીને તેણે પોતાની પ્રથમ બેટીંગ કરવાની યોજના દર્શાવી હતી. જોકે રોહિત શર્મા (Rohit Sharma) અને ઈશાન કિશનની જોડી લાંબો સમય ક્રિઝ પર રહી શકી નહોતી અને ભારતે પાવર પ્લેમાં જ બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ અડધી સદી નોંધાવી હતી, સુર્યાકુમાર અને દીપક હૂડાએ પણ શાનદાર રમત બતાવી હતી. જેના થકી ભારત 198 રનનો સ્કોર 20 ઓવરમાં 8 વિકેટે ઈંગ્લેન્ડ સામે નોંધાવ્યા હતા.

ભારતીય ઓપનીંગ જોડી લાંબો સમય સુધી ક્રિઝ પર જામી શકી નહોતી. જોકે કેપ્ટન રોહિત શર્માએ આક્રમક અંદાજ સાથે રમતની શરુઆત કરી હતી. તેણે 5 ચોગ્ગા સાથે 14 બોલમાં 24 રન ફટકાર્યા હતા. પરંતુ સળંગ બે બાઉન્ડરી બાદ આગળના બોલે મોઈન અલીએ ઈનીંગની ત્રીજી ઓવરમાં જ પોતાનો શિકાર બનાવી લીધો હતો. મોઈને રોહિતને પોતાની જાળમાં ફસાવતા વિકેટકીપર બટલરના હાથમાં તેનો કેચ પકડાવ્યો હતો. ઈશાન કિશન 10 બોલનો સામનો કરીને 8 રન નોંધાવીને ઝડપથી પરત ફર્યો હતો. આમ 46 રનના સ્કોર પર ભારતે બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી.

દીપક અને સૂર્યાએ સ્થિતી સંભાળી

દીપક હૂડા અને સૂર્યકુમાર યાદવે બાદમાં સ્થિતી સંભાળી હતી અને બંનેએ ઓપનરોની વિકેટ ગુમાવ્યાનુ દબાણ સહેજ પર પોતાની પર આવવા દીધુ નહોતુ અને રોહિતે કરેલી શરુઆતને જાળવતા રન રેટ મુજબ સ્કોર બોર્ડને આગળ વધાર્યુ હતુ. જોકે બંને અડધી સદી સુધી પહોંચી શક્યા નહોતા. દીપક હુડા ત્રીજી વિકેટના રુપમાં 89 રનના સ્કોર પર વિકેટ ગુમાવી હતી. તે 17 બોલમાં 33 રન 2 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદ થી ફટકારીને પરત ફર્યો હતો. સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રન નોંધાવ્યા હતા. તેણે પણ 2 છગ્ગા જમાવ્યા હતા. હૂડા અને સૂર્યા બંનેને ક્રિસ જોર્ડને આઉટ કર્યા હતા.

હાર્દિક પંડ્યાએ પણ રંગ જમાવ્યો

અક્ષર પટેલ અને હાર્દિક પંડ્યાએ બાદમાં ભારતના સ્કોરને આગળ વધારવાની જવાબદારી પૂર્વકની રમત શરુ કરી હતી. પરંતુ અક્ષર 12 બોલમાં 17 રન નોંધાવીને પરત ફર્યો હતો. પરંતુ તેણે સમય પંડ્યા સાથે પસાર કર્યો હતો. હાર્દિક પંડ્યાએ અડધી સદી નોંધાવી હતી. તેણે 33 બોલમાં 51 રન નોંધાવ્યા હતા. જેમાં તેણે 6 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. દિનેશ કાર્તિક 11 રન અને હર્ષલ પટેલ 3 રન નોંધાવી પરત ફર્યા હતા.

 

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/IFCjg7s
via IFTTT
I.T. engineer

Post a Comment