Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ICSE બોર્ડનું ધોરણ 10નું પરિણામ આજે થશે જાહેર, વેબસાઈટ cisce.org સિવાય તમે આ રીતે પણ ચકાસી શકો પરિણામ

ICSE board class 10 result will be declared today apart from website cisce.org you can also check the result in this way

કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન્સ (CISCE) ICSE બોર્ડ 10મા ધોરણનું પરિણામ 17 જુલાઈએ એટલે કે, રવીવારે સાંજે 5 વાગ્યે જાહેર કરશે. ધોરણ 10ના બીજા સેમેસ્ટરનું પરિણામ જાહેર થવાનું છે. CISCE દ્વારા આ અંગે સત્તાવાર સૂચના જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેમના પરિણામો સત્તાવાર વેબસાઇટ cisce.org પર ચકાસી શકે છે. ICSE 10મા ધોરણની પરીક્ષામાં હાજર રહેલા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે, તેઓ તેમનું પરિણામ તપાસવા માટે તેમના લોગિન ઓળખપત્રો તૈયાર રાખે જેથી પરિણામ સરળતાથી ચકાસી શકાય.

તે જ સમયે, ICSE બોર્ડના શાળાના પરિણામો આચાર્યના લોગિન આઈડી અને પાસવર્ડ દ્વારા ચકાસી શકાય છે. પરિણામ જાહેર થયા પછી, તેની લિંક સત્તાવાર વેબસાઇટ પર સક્રિય થઈ જશે. હાલમાં વિદ્યાર્થીઓ વેબસાઈટ પરથી પ્રોવિઝનલ પરિણામ ડાઉનલોડ કરી શકશે. જોકે અસલ માર્કશીટ શાળા દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. ધોરણ 10ની ટર્મ 2ની પરીક્ષા 25 એપ્રિલથી 23 મે દરમિયાન લેવામાં આવી હતી. સત્તાવાર વેબસાઇટ ઉપરાંત, વિદ્યાર્થીઓ પાસે 10મા ધોરણનું પરિણામ જોવા માટે SMS અને DigiLocker એપનો વિકલ્પ પણ હશે.

સત્તાવાર વેબસાઇટ પરથી ICSE ધોરણ 10નું પરિણામ 2022 કેવી રીતે તપાસવું?

  • ધોરણ 10નું પરિણામ જોવા માટે, સત્તાવાર વેબસાઇટ results.cisce.org અથવા cisce.org ની મુલાકાત લો.
  • હોમપેજ પર પરિણામ લિંક પર ક્લિક કરો.
  • લોગિન વિન્ડો ખોલો.
  • અહીં તમારે યુનિક આઈડી, ઈન્ડેક્સ નંબર અને અન્ય મહત્વપૂર્ણ માહિતી ભરવાની રહેશે.
  • હવે તમે સ્ક્રીન પર ધોરણ 10ના બીજા સેમેસ્ટરનું પરિણામ જોઈ શકશો.
  • પરિણામ ડાઉનલોડ કરો અને ભવિષ્યમાં ઉપયોગ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

SMS દ્વારા ICSE ધોરણ 10નું પરિણામ 2022 કેવી રીતે તપાસવું?

  • તમારા ફોનનું SMS બોક્સ ખોલો.
  • અહીં, ICSE (Space) સાત અંકનો યુનીક ID દાખલ કરો.
  • ઉદાહરણ તરીકે જો તમારો યુનિક ID નંબર 8789837 છે, તો તમારે ICSE 8789837 ટાઇપ કરવું પડશે.
  • હવે તમારે આ માહિતી 09248082883 નંબર પર મોકલવાની રહેશે.
  • થોડીવારમાં તમને તમારા મોબાઈલ નંબર પર પરિણામ મળી જશે.

DigiLocker વડે ICSE ધોરણ 10નું પરિણામ 2022 કેવી રીતે તપાસવું?

  • Delilocker એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • એપ્લિકેશન અથવા વેબસાઇટ પર તમારું એકાઉન્ટ બનાવો.
  • હવે તમારે તમારો મોબાઈલ નંબર ભરવો પડશે અને OTPની ચકાસણી કરવી પડશે.
  • ઈમેલ આઈડી, પાસવર્ડ વગેરે જેવી માહિતી ભરો.
  • હવે વિદ્યાર્થીઓ તેમનું પરિણામ ડાઉનલોડ કરી શકશે.


from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/Bnld4VQ
via IFTTT
I.T. engineer

Post a Comment