Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Gandhinagar : પેથાપુરમાં પુત્રીની છેડતીકરતા પિતા ઘનશ્યામ પટેલની માતા-પુત્રી દ્વારા હત્યા કેસનો ભેદ ઉકેલાયો, જાણો વિગતે

Gandhinagar Pethapur Murder Case Accused

ગાંધીનગરના (Gandhinagar)પેથાપુર પોલીસ મથકમાં ગત તારીખ 23 જૂનના રોજ ઘનશ્યામ પટેલ (Ghanshyam Patel) નામના વ્યક્તિની હત્યા થઈ (Murder)હોવાનું સામે આવ્યું હતું. જે મામલે પોલીસ હત્યામાં સંડોવાયેલા ઘનશ્યામ ભાઈની હત્યા કરનાર પત્ની તેમજ સગીર વયની દીકરીની સંડોવણી સામે આવી હતી. પરંતુ હવે આ કેસમાં નવો વળાંક સામે આવ્યો છે ત્યારે હવે પોલીસે આ કેસમાં વધુ બે આરોપીની ધરપકડ કરી છે. જેમાં ધીનગરના પેથાપુર પોલીસ મથકમાં ઘનશ્યામ પટેલની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી જેમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન પોલીસને મૃતક ઘનશ્યામભાઈની પત્ની પર શંકા જતા તેની પૂછપરછ હાથ ધરી હતી અને બાદમાં ચોકાવનારી વિગતો સામે આવી હતી. ઘનશ્યામ પટેલની હત્યામાં તેની જ પત્ની રિશીતા પટેલ તથા સગીર વયની દિકરીની સંડોવણી સામે આવી હતી જે હાલ જેલમાં છે.

સંજય પટેલે ચોકાવનારા ખુલાસાઓ કર્યા હતા

પોલીસની વધુ તપાસમાં ઘનશ્યામભાઈની ઇજાઓ જોતા કોઇ બે સ્ત્રીઓથી આવું કૃત્ય ન થઇ શકે તેવી શંકા પોલીસને હતી જેથી પોલીસે વધુ તપાસ કરતા તેમજ આરોપી રિશીતાના સી.ડી.આર. માં અમદાવાદ મોટેરા ખાતે રહેતા સંજય દશરથભાઇ પટેલના સંપર્કો સામે આવ્યા હતા. આ ઉપરાંત સંજય પટેલની સી.ડી.આર. માં તેનું 23 જૂનનું લોકેશન પણ કોલવડા ગામ ખાતે મળી આવ્યું હતું. જેથી પોલીસે સંજય પટેલની પુછપરછ કરી હતી જેમાં સંજય પટેલે ચોકાવનારા ખુલાસાઓ કર્યા હતા.સંજય પટેલ તથા તેની પત્ની સોનલબેન પટેલ અને મૃતક ઘનશ્યામભાઈના પત્ની રિશીતા પટેલ તથા ઘનશ્યામ પટેલની સગીર વયની દિકરી સાથે મળી ઘનશ્યામ પટેલનુ ખુન કર્યા હોવાનું સંજય પટેલે કબૂલ્યું હતું.

સંજય પટેલ અવાર-નવાર રિશીતાના ઘરે આવતો-જતો હતો

હત્યા કેસમાં સમગ્ર હકીકત એવી છે કે સંજય પટેલ અને રિશીતા પટેલ મોઢેરા ખાતે સંજય પટેલની દુધની દુકાન હતી ત્યાં સામ સામે રહેતા હતા. વર્ષોથી એકબીજાના પરીચયમાં હતા અને આજથી દોઢેક વર્ષ પહેલા રિશીતાને તેના પતિ ઘનશ્યામ પટેલ સાથે અણબનાવ થતા કોલવડા છોડી અમદાવાદ ખાતે પોતાની પુત્રી સાથે રહેવા આવી ગઈ હતી. તેના આવ્યા બાદ સંજય પટેલ તથા તેની પત્ની સોનલ પટેલ રિશીતાને મકાનમાં રાખી દેવામા તથા ઘરની નાની-મોટી તમામ જરૂરીયાત માટે મદદ કરતા હતા અને સંજય પટેલ અવાર-નવાર રિશીતાના ઘરે આવતો-જતો હતો. જેથી બંનેને ગાઢ પ્રેમ સબંધ બંધાયો હતો અને બંનેએ કાયમી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. જેથી બંને કાવતરું રચ્યું અને કાવતરાના ભાગ રૂપે બનાવના દોઢેક માસ પહેલા ઘનશ્યામ પટેલની સગીર વયની દિકરીને કોલવડા ખાતે મોકલી દીધી હતી અને રિશીતા પોતે બનાવના અઠવાડીયા પહેલા કોલવડા ખાતે રહેવા ગઈ હતી અને દરરોજ ઘેનની દવા પણ ઘનશ્યામ પટેલને આપતી હતી.

ઘનશ્યામ પટેલને લોખંડના દસ્તા તથા કટર વડે ગંભીર ઇજાઓ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો

જો કે બનાવના ત્રણ દિવસ પહેલા રિશીતાએ સંજય પટેલને ફોન કરીને જણાવ્યું હતું કે હું ફોન કરુ ત્યારે તમે કોલવડા નજીક આવી જાજો જેથી બનાવના દિવસે સંજય પટેલ તથા તેની પત્ની સોનલ પટેલ કોલવડા ખાતે આવેલા અને નજીકમાં ફોનની રાહ જોતા હતા દરમ્યાન રિશીતાનો ફોન આવતા આ લોકો ધનશ્યામ પટેલના ઘરે પહોંચી ગયેલ અને ઘનશ્યામ પટેલ બહાર સુતો હતો ત્યારે તમામ લોકોએ ઘનશ્યામ પટેલને લોખંડના દસ્તા તથા કટર વડે ગંભીર ઇજાઓ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો અને હાથ પગ પકડી રાખી તથા મોઢું પણ દબાવી દીધું હતું.

જમીનની લાલચમાં તથા અનૈતિક સંબંધોની લાલચમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું

આ સમગ્ર હત્યાનો ગુન્હો રિશીતા પોતે પોતાની માથે લઇ લેશે એ શરતે સંજય પટેલ તથા સોનલ પટેલે મદદ કરેલી અને બનાવનું કારણ પણ દિકરીની છેડતીનું આપવાનું નક્કી કર્યું હતુ. ખરેખર મર્ડર રિશીતા તથા સંજય પટેલે સાથે રહેવુ હોય તેમજ ઘનશ્યામ પટેલ કોલવડામાં જમીન ધરાવતો હોય જે જમીન કિંમતી હોય તે ઘનશ્યામના નહીં રહેવાથી રિશીતાને મળે તેમ હોય તે જમીનની લાલચમાં તથા અનૈતિક સંબંધોની લાલચમાં હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ પણ સંજય પટેલનો ખુલાસો સાંભળી ચોંકી ઉઠી હતી. સમગ્ર હત્યા કેસમાં પ્રથમ તો દીકરીની છેડતી કરી હોવાથી પત્ની અને દીકરીએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું પરંતુ અમુક બાબતો પોલીસને પણ વિચારવા મજબૂર કરતી હતી જેથી પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા ઘનશ્યામ પટેલ હત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/NJ2UZ8v
via IFTTT
I.T. engineer

Post a Comment