Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

અમદાવાદમાં વરસાદથી પડેલી મુશ્કેલીનો વિપક્ષે કેવો કર્યો વિરોધ, જુઓ વીડિયો

See in the video how the opposition protested the trouble caused by the rains in Ahmedabad

અમદાવાદમાં( Ahmedabad) આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા આખું શહેર પાણીમાં તરતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ પરિસ્થિતિમાં વિપક્ષે વિરોધ કરવા માટે અનોખો કિમીયો અપનાવ્યો હતો અને સત્તાધારીઓના માસ્ક પહેરીને વિપક્ષે મેયર અને કમિશ્નરના માસ્ક પહેરીને વિરોધ કર્યો હતો અને માસ્ક પહેરીને તેઓએ ભરાયેલા વરસાદી પાણી વચ્ચે બેસીને વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે અમદાવાદમાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો અને ઉસ્માનપુરા વિસ્તારમાં  9 ઈંચ વરસાદ ખાબક્યો હતો. અમદાવાદમાં વરસેલા વરસાદના (Ahmedabad Rain) કારણે શહેરના અનેક વિસ્તાર પાણી પાણી થઈ ગયા.

અમદાવાદના મોટાભાગના વિસ્તારો ગણતરીના કલાકોમાં જ જળબંબાકાર જોવા મળ્યા હતા. લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. અમદાવાદના ઉસ્માનપુરામાં સર્વાધિક 9 ઈંચ વરસાદ પડ્યો હતો તો પૂર્વ વિસ્તારમાં પણ સરેરાશ 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ઓઢવ અને વિરાટનગરમાં 4-4 ઈંચ અને બોડકદેવ વિસ્તારમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને પગલે સરસપુર, વેજલપુર, મેમનગર, ઓઢવ, હાટકેશ્વર, વિરાટનગર સહિતના વિસ્તારોમાં માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે આ પરિસ્થિતિમાં વિપક્ષે  વરસાદી પાણીમાં બેસીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો.

 

ગણતરીના કલાકોમાં ખાબકેલા વરસાદે કોર્પોરેશનના પ્રિ મોન્સૂન પ્લાનના ધજાગરા ઉડાવ્યા હતા અને ઠેર ઠેર જમીન બેસી પડવી, રોડ રસ્તામાં ખાડા પડી જવા, ટ્રાફિક જામ થઈ જવો, વરસાદી પાણીનો નિકાલ ન થવો તેવી સમસ્યાઓ  સર્જાઈ હતી.જોકે આ મામલે યોજાયેલી પત્રકાર પરિષદમાં વરસાદ સમયે સ્માર્ટ સિટી એવા અમદાવાદની આવી બદતર હાલત કેમ થાય છે? એ પ્રશ્ન પૂછવામાં આવતા વોટર કમિટીના ચેરમેન જતીન પટેલનો બફાટ સામે આવ્યો. તેઓએ જણાવ્યું કે સ્માર્ટ સિટીનો મતલબ એ નથી કે સોના ના રોડ હોય. જોકે અમદાવાદની કરોડો રૂપિયાનો ટેક્સ ભરતી જનતાને સોનાના રોડ નહીં, પરંતુ  ખાડા વિનાના અને મુશ્કેલી ન પડે તેવા રોડ જોઈએ એ  બાબત આ નેતાઓએ સમજવી પડશે.

અમદાવાદમાં પડેલા વરસાદની વિગતો આપતા (AMC) અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સહેરાએ જણાવ્યું કે શહેરમાં સૌથી વધુ વરસાદ ઉસમાનપુરા વિસ્તારમાં ત્રણ કલાકમાં 9 ઈંચ વરસાદ અને શહેરમાં સરેરાશ પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જે હાલ સુધીનો સૌથી વધુ વરસાદ છે. તેઓએ એવું પણ જણાવ્યું કે હવે ક્લાઈમેટ ચેન્જના કારણે વરસાદની પેટર્ન બદલાઈ છે. જેથી આખા મહિનાનો વરસાદ માત્ર ત્રણ કલાકમાં પડી જાય છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/BosuFTn
via IFTTT
I.T. engineer

Post a Comment