Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ગીર સોમનાથ: બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપ્યો

rape symbolic image

ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના નજીકના નવા બંદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક ગામમાં 40 વર્ષના નરાધમે બાર વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજાર્યાની નવા બંદર પોલીસ સ્ટેશનમાં (Police station) ફરિયાદ નોંધાઈ હતી. જોકે આ ઘટનામાં ફરિયાદ બાદ પોલીસે ગુનાની ગંભીરતા સમજી ગણતરીના કલાકોમાં જ આરોપીની શોધ ચલાવી હતી અને આરોપી કાના ઉર્ફે બટર લાખાભાઈ સોલંકીને પોલીસે ઝડપી લીધો હતો. રાજકોટમાં પણ દુષ્કર્મની  ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.

શાળાએ લઈ જવાનું કહીને બાળકી સાથે આચર્યું દુષ્કર્મ

નવાબંદર પોલીસ મથકે આ બનાવ નોંધાતા લોકોમાં આ આરોપી વિરૂદ્ધ ફીટકારની લાગણી વરસી રહી છે. સગીર વિદ્યાર્થિની જ્યારે શાળાએ ભણવા જઈ રહી હતી. ત્યારે આ વ્યક્તિએ બાળકીને કહ્યું કે ચાલ હું તને શાળાએ મુકી જાવ હું એ તરફ જ જઈ રહ્યો છુ. ત્યારે બાળકી તેમની બાઈકમાં સવારી કરી હતી. ત્યારબાદ બાળકીને લઈ જઈ તેના પર દુષ્કર્મ આચાર્ય હતુ. પોલીસે નરાધમ યુવકને ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો અને તેને ઉના કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટમાં રજૂ કરતા ઉના કોર્ટે આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

આરોપી કાના ઉર્ફે બટર લાખાભાઈ સોલંકી વાસોજ ગામ નજીક ધાર્મિક જગ્યામાં લઈ જઈ બાળકી ઉપર દુષ્કર્મ આચર્યું હતું. સગીરાની માતાએ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે ગણતરીના સમયમાં આરોપી કાનાને ઝડપી લીધો હતો. આરોપી નજીકના પાલડી ગામનો કાના ઉર્ફે બટર લાખાભાઈ સોલંકીને પોક્સો 376 સહિતની કલમો સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રાજકોટ દુષ્કર્મની ઘટનાનો આરોપી પણ ઝડપાયો

બીજી તરફ રાજકોટમાં પણ આવી ઘટના નોંધાઈ હતી, જેમાં ટિફિન આપવા જતી 16 વર્ષીય કિશોરી પર નરાધમે ખાનગી બસમાં દુષ્કર્મ ગુજાર્યું હતું. રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર હવસખોર પોલીસના સકંજામાં આવી ગયો છે. માધાપર ચોકડી પાસે રહેતા હનીફ હરફ નામના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. બનાવની વાત કરીએ તો પીડિતાના રાતના સમયે જમવાનું લઈને હોસ્પિટલ જઇ રહી હતી, તે દરમિયાન 16 વર્ષીય સગીરાને લાલચ આપી બસમાં લઈ ગયો હતો અને ત્યારબાદ સગીરાને બસમાં બેસાડી દુષ્કર્મ આચર્યું હતું, એટલું જ નહીં દુષ્કર્મ આચર્યા બાદ આરોપી સગીરાને પરત ઘરે મુકી ગયો હતો આ અંગેની જાણ પીડિતાની માતાને થયા બાદ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/aOEz7rW
via IFTTT
I.T. engineer

Post a Comment