દેશના ટોચના આઠ શહેરોમાં અમદાવાદ સૌથી સસ્તું હાઉસિંગ (Housing) માર્કેટ છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર 2022ના પહેલા છ મહિનામાં દેશમાં EMI રેશિયોના સંદર્ભમાં ઘર ખરીદવાની ક્ષમતામાં ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન દરોમાં વધારાને કારણે EMIનું ભારણ વધ્યું છે, જેણે લોકોની ખરીદ શક્તિને અસર કરી છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ શુક્રવારે 2022ના પ્રથમ અર્ધવાર્ષિક (જાન્યુઆરી-જૂન) માટેનો પોષણક્ષમતા સૂચકાંકનો અહેવાલ (Affordability Index report) જાહેર કર્યો. આ ઈન્ડેક્સ વાસ્તવમાં વ્યક્તિઓની ઘર અથવા અન્ય વસ્તુઓ ખરીદવાની ક્ષમતા જણાવે છે.
આ રિપોર્ટ સરેરાશ પરિવાર માટે EMI (સમાન માસિક હપ્તા) રેશિયોને ટ્રેક કરે છે. રિપોર્ટ અનુસાર RBI દ્વારા રેપો રેટમાં 0.90 ટકાના વધારાથી ઘર ખરીદવાની ક્ષમતા પર અસર પડી છે, કારણ કે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓએ હાઉસિંગ લોન મોંઘી કરી છે.
જાણો કયા શહેરમાં સૌથી વધુ સસ્તું રહેણાંક બજાર છે
પ્રોપર્ટી કન્સલ્ટન્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ટોચના આઠ શહેરોમાં અમદાવાદ સૌથી વધુ સસ્તું હાઉસિંગ માર્કેટ છે. જેમાં આવક-ઈએમઆઈ રેશિયો 22 ટકા છે. તે પછી 26 ટકા સાથે પૂણે અને ચેન્નાઈનો નંબર આવે છે. નાઈટ ફ્રેન્કના એફોર્ડેબિલિટી ઈન્ડેક્સમાં 2010થી 2021 દરમિયાન આઠ મોટા શહેરોમાં સતત સુધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને મહામારી દરમિયાન જ્યારે આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો, ત્યારે લોકો માટે ઘર ખરીદવું વધુ સસ્તું બન્યું.
જોકે બે રાઉન્ડમાં રેપો રેટમાં 0.90 ટકાના વધારાને કારણે આ શહેરોમાં ઘર ખરીદવાની ક્ષમતામાં સરેરાશ બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં ઘર ખરીદવું મુશ્કેલ બની ગયું છે. મુખ્ય બજારોમાં પોષણક્ષમતા સરેરાશ 2-3 ટકા ઘટી છે, એમ તેમણે જણાવ્યું હતું. EMI લોડ સરેરાશ 6.97 છે. જો કે દરોમાં વધારો થવા છતાં બજારો મોટાભાગે પરવડે તેવા છે.
ક્યાં છે પ્રોપર્ટી ખરીદવી સૌથી મોંઘી
ડેટા અનુસાર 2022ના પ્રથમ છ મહિનામાં મુંબઈ દેશનું સૌથી મોંઘું રહેણાંક બજાર હતું અને તેનો અફોર્ડેબિલિટી ઈન્ડેક્સ 53 ટકાથી વધીને 56 ટકા થયો છે. હૈદરાબાદ દેશનું બીજું સૌથી મોંઘું રહેણાંક બજાર છે. શહેરનો ઈન્ડેક્સ 29 ટકાથી વધીને 31 ટકા થયો છે. તે જ સમયે દિલ્હી-એનસીઆર યાદીમાં ત્રીજા સ્થાને છે. ઈન્ડેક્સ 28 ટકાથી વધીને 30 ટકા થયો છે. તે જ સમયે બેંગ્લોર માટે ઈન્ડેક્સ 26થી વધીને 28 અને હૈદરાબાદ માટે ઈન્ડેક્સ 25 થી વધીને 27 થયો છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/RrzXEbN
via IFTTT