Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

પાલનપુરના 10 આરોગ્ય કર્મચારીઓ અને જામનગરનું દંપતિ અમરનાથમાં ફસાયું, તમામ સલામત

10 health workers from Palanpur and a couple from Jamnagar trapped in Amarnath, all safe

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના (Palanpur) આરોગ્ય કર્મચારીઓ (Health worker) અમરનાથમાં ફસાયા છે. 10 આરોગ્ય કર્મચારીઓની ટીમ અમરનાથ યાત્રામાં ગઈ છે. વાદળ ફાટવાની ઘટના બાદ પાલનપુરના આ યાત્રાળુઓ અટવાઇ પડયા છે. જાણવા મળતી વિગતો અનુસાર અમરનાથ ગુફા પાસે પાલનપુરના આ યાત્રાળુઓ ફસાયેલા છે. જોકે હાલ તમામ આરોગ્ય કર્મચારીઓ સુરક્ષિત હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.

જામનગરનું દંપતિ અમરનાથમાં ફસાયું

તો જામનગરના અમરનાથ યાત્રા ગયેલા દંપતિ ફસાયા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. આ દંપતિએ હાલ સલામત સ્થળે આશ્રય મેળવ્યો છે. દંપતિ અમરનાથના દર્શન કરે તે પહેલા વરસાદ વિઘ્ન બન્યો હતો. જામનગરના દિપક વિઠ્ઠલાણી અને જાગૃતિ વિઠ્ઠલાણી અમરનાથથી 3 કિમીના અંતરે સલામત સ્થળે આશ્રય મેળવ્યો છે.

અમરનાથ ગુફા નજીક વાદળ ફાટયું, 13 લોકોના મોત, બચાવ કાર્ય આરંભાયું

અમરનાથ ગુફા (Amarnath Yatra 2022) પાસે શુક્રવારે સાંજે વાદળ ફાટ્યું (Cloud Brust) હતું. મળતી જાણકારી મુજબ આ અકસ્માતમાં લગભગ 13 લોકોના મોત થયા હતા જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક મળેલી જાણકારી મુજબ જ્યારે આ ઘટના બની ત્યારે લગભગ 12 હજાર યાત્રીઓ સ્થળ પર હાજર હતા. અમરનાથ ગુફાથી લગભગ બે કિલોમીટર દૂર આ ઘટના બની હતી. ન્યૂઝ એજન્સી ANI તરફથી મળેલી જાણકારી મુજબ સાંજે લગભગ 5.30 વાગ્યે અમરનાથની ગુફાની નીચે વાદળ ફાટ્યું. સ્થળ પર NDRF, SDRF અને તમામ સંબંધિત એજન્સીઓએ રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધું છે. આ ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/cswS2HG
via IFTTT
I.T. engineer

Post a Comment