સોશીયલ મીડિયા પર રોજ ઘણા વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. લગ્નની સિઝન હોય ત્યારે લગ્નની ઉજવણીના વીડિયો (Bride groom video) વધારે વાયરલ થતા હોય છે. હાલમાં લગ્ન સાથે જોડાયેલા ઘણા ફની વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે. આમાંના કેટલાક વીડિયો ફની હોય છે તો કેટલાક જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. હાલમાં પણ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેઆ જોયા પછી તમારા ચહેરા પર પણ એક સુંદર સ્મિત આવી જશે. લગ્નની વિધિ દરમિયાન દુલ્હો- દુલ્હન માટે કંઈક એવું કરે છે જે લોકોનું દિલ જીતી લે છે. આ વીડિયો જોયા પછી તમે પણ કહેશો – કેટલુ સરસ. ચાલો જાણીએ આ વીડિયો શું થયુ.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે જયમાલા સમારોહ બાદ દુલ્હો તેની ખુરશી પર બેસે છે. આ દરમિયાન દુલ્હન પોતાની આંખોના નીચેના ભાગને રૂમાલથી લૂછતી જોવા મળે છે. ત્યારે જ દુલ્હો કંઈક એવું કરે છે જે તમારું પણ દિલ જીતી લેશે. તમે જોઈ શકો છો કે દુલ્હનને મુશ્કેલીમાં જોઈને દુલ્હો તરત જ પોતાની શેરવાનીના ખિસ્સામાંથી રૂમાલ કાઢે છે અને દુલ્હનનો ચહેરો લૂછવામાં મદદ કરવા લાગે છે. આ વીડિયો ખરેખર તમારો દિવસ સારો બનાવશે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
View this post on Instagram
દુલ્હા અને દુલ્હનના લગ્નનો આ ક્યૂટ વીડિયો bridal_lehenga_designn નામના પેજ પરથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, દરેક છોકરી આવા કેરિંગ પતિની શોધમાં હોય છે. બે દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને 1 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો હજારો વખત જોવામાં આવ્યો છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/vVZue0M
via IFTTT