Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

TV9 Exclusive: રાજકારણને ‘ના’ પાડ્યા બાદ નરેશ પટેલ સાથે ટીવી9 ની ખાસ વાત-ચીત, આપ્યા આ સવાલોના જવાબો

Naresh Patel (File Image)

ગુજરાતના પાટીદાર નેતા અને ઉદ્યોગપતિ નરેશ પટેલની રાજકારણ (Gujarat Politics) નહી જોડાવાની જાહેરાત પછી છેલ્લા કેટલા મહીનાથી ચાલી રહેલી અટકળો અને સસ્પેન્સનો  અંત આવ્યો છે ત્યારે આ જાહેરાત પછી નરેશ પટેલે ટીવી 9 સાથે ખાસ વાત-ચીત કરી હતી અને ટીવી9 ના વેધક સવાલોના જવાબ પણ આપ્યા હતા. તેમણે જણાવ્યુ કે, વડિલો તેમજ સમાજની ઈચ્છાને માન આપીને રાજકારણમાં નહિ જોડાવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું કે, આનંદીબેન પટેલે મને સલાહ આપી કે તમે સામાજિક અગ્રણી છો,તમારે રાજકારણમાં ન જવું જોઇએ.

નરેશ પટેલને રાજકીય દબાણને લઈને પ્રશ્નો પુછવામાં આવતા તેમણે કહ્યું કે, વ્યાપારમાં કોઈ રોકડ વ્યવહાર છે નહી તેમજ બિઝનેસ ખૂબ જ પારદર્શક છે. તેથી રાજકીય દબાણનો કોઈ પ્રશ્ન જ નથી. તેમણે કહ્યું કે, તમામ રાજકીય પાર્ટીઓ મને સાથે જોડવા માટે ઈચ્છુક હતી. આ ઉપરાંત તેમણે કહ્યુ કે, કોંગ્રેસના લોકો ઇચ્છતા હતા કે મને મુખ્યમંત્રી પદનો ચહેરો અથવા કેમ્પેઇન કમિટીના અઘ્યક્ષ બનાવવામાં આવે. કોંગ્રેસમાં થોડા મોડા નિર્ણય થાય છે તે વાસ્તવિકતા છે તેમ પણ જણાવ્યું. હવે આગળની યોજના શું હશે તે વિશે જણાવતા તેઓ આગળ ૨૦૨૨માં સારા લોકોને મદદ કરશે તેમજ કોઇ પક્ષ નહિ પરંતુ એવા વ્યક્તિને મદદ કરશે જે લોકોનું કામ કરે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/D2y6NYE
via IFTTT
I.T. engineer

إرسال تعليق