Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Surat : મુંબઇમાં યોજાનારા લેબગ્રોન ડાયમંડ એક્સપોમાં ભાગ લેવા સુરતના એક્ઝિબીટર્સ ઉત્સાહિત

Mumbai Diamond Expo

રીયલ ડાયમંડ્સ (Diamonds) જેવી જ ચમકદમક ધરાવતા અને રીયલ ડાયમંડ કરતા 75 ટકા જેટલા સસ્તા અને કૃત્રિમ  એટલે કે લેબગ્રોન ડાયમંડ્સનો ભારતનો સૌથી પહેલો એક્ષ્પો મુંબઇ બીકેસીમાં આગામી તા.5 થી 8 ઓગષ્ટ દરમિયાન યોજાશે. લેબગ્રોન ડાયમંડ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના ઉપક્રમે ભારતનો સૌથી પહેલો લેબગ્રોન ડાયમંડ એક્સપો(Labgrown Diamond Exhibition) યોજાવા જઇ રહ્યો છે, તેને લઈને સુરતના(Surat)  ઉધોગકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મુંબઇમાં આગામી તા.5 થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શો ભલે મુંબઇમાં યોજાવાનો છે પરંતુ, આયોજકોનું માનવું છે કે આ એક્ષ્પો સુરતને કૃત્રિમ હીરા ઉત્પાદનનું ભારતનું સૌથી મોટું કેન્દ્ર હોવાની ઓળખ વૈશ્વિક સ્તરે ઉભી કરી આપશે. મુંબઇમાં યોજાનારા લેબગ્રોન ડાયમંડ એક્સપોમાં મોટા ભાગના એક્ઝિબિટર્સ સુરતના છે. તાજેતરમાં સુરતમાં લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન કરતા ત્રણ ઉત્પાદકોએ એક પછી એક વિશ્વના સૌથી મોટા લેબગ્રોન ડાયમંડ્સ ઉત્પાદિત કરીને સર્ટિફિકેટ્સ મેળવ્યા હતા.

મુંબઇમાં આયોજિત એક્ષ્પો સુરતની વૈશ્વિક ઓળખ ઉભી કરશે

રિયલ ડાયમંડ્સ તેની કિંમતના કારણે ગરીબ મધ્યમવર્ગીય પરિવારોની પહોંચની બહાર છે પરંતુ, મુંબઇ ખાતે યોજાનારા લેબગ્રોન ડાયમંડ્સ જ્વેલરી શૉ સમગ્ર દુનિયાને એ અનુભૂતિ કરાવશે કે લેબગ્રોન ડાયમંડ્સ સાચા હીરા જેવી જ ચમકદમક ધરાવે છે અને સાચા હીરા કરતા 75 ટકા સુધી સસ્તી કિંમતે મળે છે. મુંબઇમાં લેબગ્રોન ડાયમંડ્સના ભારતના સૌથી પહેલા એક્ષ્પોમાં મોટા ભાગના એક્ઝિબીટર્સ સુરતના છે.

લેબગ્રોન જ્વેલરીની માંગ અમેરિકા અને યુરોપમાં સૌથી વધુ

સુરતમાં લેબગ્રોન ડાયમંડ ક્ષેત્રના અગ્રણીએ જણાવ્યું હતું કે લેબગ્રોન ડાયમંડ્સ જડિત જ્વેલરીની ડિમાન્ડ વિશ્વમાં છે. ખાસ કરીને અમેરીકા અને યુરોપના દેશોમાં આ ડાયમંડ્સમાંથી બનતા આકર્ષક ડિઝાઇન ધરાવતા આર્ટિકલ્સની ભારે ડિમાન્ડ છે. લેબગ્રોન ડાયમંડ્સમાં પણ સર્ટિફિકેટ સાથેના દાગીના વેચાઇ રહ્યા હોઇ, આવી જ્વેલરી ઓફલાઇન કરતા ઓનલાઇન મોડ પર વધુ વેચાઇ રહી છે.

રિયલ ડાયમંડ પોલીશડ કરવાનું સૌથી મોટું કેન્દ્ર સુરત છે એવી જ રીતે હવે કુત્રિમ હીરા, લેબગ્રોન ડાયમંડ્સ ઉત્પાદનમાં સુરત મોખરે છે. અને હવે સુરતમાં લેબગ્રોન ડાયમંડ્સમાંથી બનેલી જ્વેલરીની પણ વિશાળ રેન્જ તૈયાર કરવામાં આવી રહી છે. 5 થી 8 ઓગસ્ટ દરમિયાન યોજાનારા લેબગ્રોન ડાયમંડ જ્વેલરી શૉમાં વિશાળ રેન્જમાં લેબગ્રોન ડાયમંડ્સ અને તેમાંથી તૈયાર કરવામાં આવેલા ઘરેણાંઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ એક્ષ્પો બીઝનેસ ટુ બીઝનેસ ક્લાસ માટે આયોજિત કરવામાં આવ્યો છે.

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/PLz0euU
via IFTTT
I.T. engineer

Post a Comment