પીએમ મોદી(PM Modi) શુક્રવારે સાંજે ગુજરાતના(Gujarat) બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે . જેમાં પીએમ મોદી 18 જુનના શનિવારના રોજ વડોદરા(Vadodara) સહિત મધ્યગુજરાતને વિકાસકાર્યોની ભેટ આપવા અને ગુજરાત ગૌરવ અભિયાનની બીજી કડીમાં સહભાગી થવા વડોદરા આવી રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રીના કાર્યક્રમ સંદર્ભે શહેરના કેટલાક રસ્તાઓ બંધ હોવાથી વડોદરા શહેર પોલીસે સામાન્ય પ્રજાને તકલીફ ન પડે તે માટે સુચારૂ આયોજન કર્યું છે. આ કાર્યક્રમ સંદર્ભે અને પ્રધાનમંત્રીના રૂટના કારણે શહેરના 10 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. જેની સામે 12થી વધારે વૈકલ્પિક રૂટ આપવામાં આવ્યા છે, જેથી સામાન્ય પ્રજા કોઇ પણ પ્રકાની મુશ્કેલી વગર સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી શકે. પ્રવેશબંધીના પોઇન્ટ અને વૈકલ્પિક રૂટ અંગે વડોદરા શહેર પોલીસે જાહેરાત કરી છે. જો કે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા સભા સ્થળે જતા લોકો માટે શહેરના તમામ રસ્તાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે. તેમના માટે કોઇ પ્રવેશબંધી પોઇન્ટ નથી.
પીએમ મોદીના કાર્યક્રમ સંદર્ભે સભા સ્થળે પાંચ લાખથી વધારે માનવ મહેરામણ ઉમટી શકે છે, ત્યારે વડોદરા શહેર પોલીસે સટીક અને સુચારૂ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવી છે. જો પાર્કિંગ વ્યવસ્થાની વાત કરવામાં આવે તો, સભા સ્થળની નજીક 1 VVIP પાર્કિંગ તથા 1 VIP પાર્કિંગની વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત પાર્કિંગ પ્લોટ નંબર 18 અને 20 પણ VIP કાર પાર્કિંગ માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે. 3 થી 10 નંબર અને 21 નંબરનું પાર્કિંગ પ્લોટ વડોદરા શહેરની પ્રજા માટે રિઝર્વ રાખવામાં આવ્યું છે, જ્યાં વડોદરા શહેરની કાર, બાઇક અને સિટી બસ પાર્ક કરી શકાશે. જ્યારે 12, 13 અને 14 નંબરના પાર્કિંગ પ્લોટ વડોદરા ગ્રામ્ય, ૧૧ નંબરનું પાર્કિંગ પ્લોટ છોટા ઉદેપુર, 15 નંબરનું પાર્કિંગ પ્લોટ ખેડા, 19 નંબરનું પાર્કિંગ પ્લોટ પંચમહાલ તેમજ 16 , 17 નંબરના પાર્કિંગ પ્લોટ આણંદના લોકો માટે રિઝર્વ કરવામાં આવ્યા છે.
પીએમ મોદી 18 જુનના રોજ વડોદરા ખાતે ગુજરાત ગૌરવ અભિયાનમાં સહભાગી થશે. પીએમ મોદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર જનમેદનીની સુવિધા માટે સભાસ્થળે 7 વિશાળ જર્મન ડોમ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 6 જૂનથી 500 લોકો આ વિશાળ અને અત્યાધુનિક જર્મન ડોમ માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે.17 લાખ સ્કવેર મીટર ક્ષેત્રફળમાં ફેલાયેલા સભા સ્થળમાં 500 કારીગરો સાથે 1 સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેર, 5 કાર્યપાલક ઇજનેર, 15 નાયબ કાર્યપાલક ઇજનેર, 30 મદદનીશ ઇજનેર પણ જર્મન ડોમ અને અન્ય આંતરમાળખાકીય સુવિધા માટે કામ કરી રહ્યા છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/nOp9a8v
via IFTTT