Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Mahisagar: બાકોરમાં દારૂના નશામાં ઝુમતા ભાજપના નેતાઓનો વીડિયો વાયરલ

Mahisagar Video of BJP leaders getting drunk in Bakor goes viral

મહિસાગર (Mahisagar)  જિલ્લાના બાકોરમાં ભાજપ (BJP) ના નેતાઓની પાર્ટીનો વીડિયો (Video) વાયરલ થયો છે. બાકોર પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં ભાજપના નેતાઓ અને કાર્યકરોએ દારૂની પાર્ટી યોજી હતી. જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો દારૂના નશામાં ઝૂમ્યા હતા. આ પાર્ટીમાં દારીની સાથે સંગિતની પણ મહેફિલ જામી હતી જેમાં દારૂના નશામાં સંગીતના તાલે કાર્યકરો અને નેતાઓ નાચતા જેવા મળ્યા હતા. આ વીડિયો વાયરલ થતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. આ વીડિયો વારલ થયા બાદ પોલીસ તેની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને ભાજપના આ નેતાઓ અને કાર્યકર્તાઓ સામે પક્ષ તરફથી કેવી કાર્યવાહી કરવામાં આવે છે કે જોવું રહ્યું.

સામાન્ય રીતે ભાજપના નેતાઓ પોતાના પક્ષને શિસ્તબદ્ધ પાર્ટી ગણાવે છે પણ આ વાતો માત્ર કહેવા પુરતી જ હોય તેવા કિસ્સા વારંવાર સામે આવતા રહે છે. ભાજપના નેતાઓનો દારૂનો વીડિયો બહાર આવવાનો આ કોઈ પહેલો કિસ્સો નથી. આ પહેલાં પણ ઘણી વખત ભાજપના નેતાના દારૂના વીડિયો બહાર આવી ચૂક્યા છે અથવા દારૂની પાર્ટી કરતા ઝડપાઈ ચૂક્યા છે. મહિસાગર જિલ્લામાં જ આ અગાઉ ભાજપના એક નેતાની બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ થયો હતો જેમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ દારૂના નશામાં છાકટા થઈને નાચતા જોવા મળ્યા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને 12થી વધુ લોકોની ધરપકડ કરી હતી.

ભાજપના નેતા દારૂ પીવામાં પણ અવનવા નુસખા કરે છે જેમ કે ગયા વર્ષે વડોદરામાં કેટરિંગનો વ્યવસાય કરનારા પૂર્વ કોર્પોરેટરના કર્મચારીની બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ સાથે પાણીપુરીની પુરીમાં દારૂ ભરી દારૂ પુરીની મોજ માણતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભાજપ મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો. આવા તો ઘણા વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે. ભાજપના નેતાઓ દારૂ સાથે ઝડપાવાના અને દારૂ વેચતા હોવાના કિસ્સા પણ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યમાં દારૂબંધી છે અને ભાજપ વારંવાર દારૂબંધી કોઈ કાળે નહીં હટાવાય તેવી વાતો કરે છે ત્યારે તેમના જ નેતા કોઈ પણ જાતના ડર વિના ખુલ્લામાં દારૂની છોડો ઉડાડી રહ્યા છે. રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપની શાખને નુકસાન કરે તેવા આ વીડિયો બાબતે ભાજપ કોઈ કડક પગલાં લેશે તેવું માનવામાં આવી રહ્યું છે.

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/C8t6uEz
via IFTTT
I.T. engineer

إرسال تعليق