જામનગર (Jamnagar News)માં યુવાન સાથે લગ્ન બાદ છેતરપિંડી થઈ છે. લગ્નના બે દિવસ બાદ દુલ્હન સોનાના દાગીના અને રોકડ લઈને નાસી ગઈ. લાંબા સમય બાદ યુવાનને છેતર્યાના અનુભવ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છ આરોપી સામે ફરિયાદ નોંધ્યા બાદ બે આરોપીને પકડી પાડ્યા છે. જામનગર શહેરના બેડેશ્વર વિસ્તારમાં કાપડ મીલની ચાલી પાસે રહેતા સાગર સદાશિવા મહારનવરના ફેબ્રુઆરીમાં લગ્ન થયા હતા. બીજા દિવસે તેની પત્ની સોનાના દાગીના અને રોકડ લઈને નાસી ગઈ હતી. જેના સગાને પુછતા તે યુવતી પોતાના વાલીને ત્યાં આવી હોવાનું અને કોઈને કોઈ કારણ આપીને ત્યાં જ રહી હતી.
લાંબા સમય સુધી તે પરત ન આવી હતી અને અન્ય રીતે જાણ પણ થઈ કે તેણે અગાઉ પણ આ રીતે કોઈ સાથે લગ્ન કર્યા છે. જેની જાણ સાગરને થતા તેણે પોતાની પત્ની, અને તેમના સગા સહીત કુલ 6 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં સાગરે લગ્ન કરનાર દુલ્હન શુભાંગીબેન પ્રભાકરણભાઈ શીંદે(પત્ની), મનીષાબેન પ્રભાકરણભાઇ શીંદે(સાસુ), આશાબેન સુરેશભાઇ ભોરે( માસીજી), પ્રકાશભાઇ ધરમશીભાઇ મારૂ, સંગીતાબેન ઉર્ફે સુધાબેન જીતેન્દ્રભાઇ ભાટી તેમજ વિષ્ણુભાઇ સહીત કુલ છ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં બે લોકોને પોલીસે પકડી પાડ્યા છે. મહારાષ્ટ્રીયન યુવતી અને પરિવાર તથા અમદાવાદ સુરતના શખ્સો સામે રોકડ રકમ અને દાગીના સહિત પોણા ત્રણ લાખની મતાની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
બંજરગ ઢોલામાં રસોઇ કામ કરતા સાગર સદાશિવ ભાઈના પિતાએ તેના લગ્નની વાત સગા સંબંધીઓ અને મિત્રોને કરી હતી. લાંબા સમય બાદ રાજકોટ રહેતા એક મિત્ર પ્રકાશ મારુએ પોતાના ધ્યાનમાં એક છોકરી હોવાનું જણાવી અમદાવાદના વિષ્ણુને મહારાષ્ટ્રીયન પરિવાર સાથે સંબંધ હોવાની અને તેની યુવતી કુવારી હોવાનું જણાવ્યું હતું. જેને લઈને પ્રકાશ તથા વિષ્ણુએ સુરતના પુણા ગામમાં નારાયણ સોસાયટીમાં રહેતા સુધાબેનના ઘરે બોલાવી કન્યા જોવાનું ગોઠવ્યું હતું.
શુભાંગી પ્રભાકરન શિંદે નામની કન્યા બતાવી તેની સાથે સાગરના લગ્ન નક્કી થયા હતા. ત્યારબાદ આ મહારાષ્ટ્રીયન પરિવાર જામનગર આવ્યો હતો અને જામનગરમાં સાગરના ઘરે ભોજન કર્યા બાદ લગ્નનું નક્કી કર્યુ. તારીખ 29 /01/ 2022ના રોજ મહારાષ્ટ્રીયન પરિવાર કન્યાને સાથે રાખી જામનગર આવ્યો હતો અને લગ્નનું નક્કી થયું હતું. દરમિયાન તા. 14/2ના રોજ કોર્ટ મેરેજની વિધિ કરાવી હતી, લગ્નના ખર્ચ પેટે સાગરના પરિવારે મહારાષ્ટ્રીયન પરિવારને રૂપિયા એક લાખ 80 હજાર આપ્યા હતા.
ત્યારબાદ તા.16/2ના રોજ શુભાંગી કોઈને કહ્યા વગર જ કયાંક ચાલી ગઈ હતી. પાછળથી સાગર અને તેના પરિવારે શોધખોળ કરી પણ શુભાંગી ક્યાંય મળી ન હતી. ઘરમાંથી રૂપિયા 40 હજાર અને દાગીના ગાયબ હોવાથી શુભાંગી આ તમામ મુદ્દામાલ લઈ ગઈ હોવાની પરિવારને શંકા ગઈ હતી. બીજા દિવસે શુભાંગીની માસીએ ફોન કરી કહ્યું હતું કે તેની માતાની તબિયત સારી ન હોવાથી મહારાષ્ટ્ર આવતી હોવાનું કહ્યું હતું. ત્યારબાદ સમયાંતરે જુદા જુદા બહાના બનાવી શુભાંગીને મોકલી ન હતી.
સાગરને જાણ થઈ કે શુંભાગી અગાઉ પણ અન્ય યુવાન સાથે આવી જ રીતે લગ્નના નામે છેતરપિંડી કરી હતી. તેથી સાગરે આ લૂંટેરી દુલ્હન અને તેની માતા, માસી તેમજ અન્ય બે દલાલ સામે સીટી બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી. લગ્ન ગ્રંથીથી જોડાઈ સાથે રહેવાનું કહી ફરીયાદી પાસે લગ્ન ખર્ચ પેટે રોકડા રૂ.1,80,000/- અને બાદ ઘરના કબાટમા રાખેલ રોકડા રૂ.40,000/- તથા સોનાના ઘરેણા, જેમાં મંગલસુત્ર,સોનાની વીંટી સહિતના કુલ 2,40,000ની કિમતનો સામાન લઈને નાસી ગઈ છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/P3u2NKH
via IFTTT