Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Jamnagar: કચેરીના પટાંગણમાં ટ્રીગાર્ડ શોભાના ગાંઠીયા સમાન, લાખો રૂપિયાનો ખર્ચ કરીને મહાનગર પાલિકા નવા ટ્રીગાર્ડ ખરીદશે

JMC Tree Guard

જામનગર (Jamnagar) મહાનગર પાલિકામાં નવા ટ્રીગાર્ડ (Tree Guard)  ધુળ ખાય રહ્યા છે. જેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ત્યાં નવા બીજા ટ્રીગાર્ડ લાખોના ખર્ચે લેવાશે. જે ટ્રીગાર્ડનો ઉપયોગ થવાનો છે. જે મહાનગર પાલિકાના પંટાગણમાં છે. જ્યારે નવા ટ્રીગાર્ડ લેવા લાખોનો ખર્ચ કરાશે. જામનગર મહાનગર પાલિકાની (JMC) કચેરીના પટાગણમાં નવા ટ્રીગાર્ડ લાંબા સમયથી શોભાના ગાંઠ્યા સમાન બન્યા છે. તેનો ઉપયોગ ન કરાતા તે બીનઉપયોગી બન્યા છે. તો સ્ટેડીંગ કમીટીએ ફરી નવા ટ્રીગાર્ડ ખરીદી કરવા માટે લાખોનો ખર્ચ મંજુર કર્યો છે.

જામનગર મહાનગર પાલિકાની કચેરીના પાછળના ભાગે આવેલા જગ્યામાં ટ્રીગાર્ડ બગડી રહ્યા છે. જે શહેરમા વૃક્ષારોપણ માટે ખરીદી કરવામા આવ્યા હતા. પરંતુ ચોમાસું નજીક છે તેમ છતાં તેનો કોઈ ઉપયોગ કરવામાં આવ્યો નથી. જામનગર મહાનગર પાલિકાના શાસક જૂથની અણઆવડતને કારણે લાખો રૂપિયાનું પાણી થઇ રહ્યું છે, એવો વિપક્ષનો આક્ષેપ છે. પુર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફીએ શાસકોને લેખીત રજુઆત કરી છે કે ટ્રીગાર્ડ સ્ટોકમાં છે, જેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો નવા લેતા પહેલા તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.

ટ્રી ગાર્ડ બિન ઉપયોગ હાલતમાં પડ્યા છે

ગત વર્ષે ખરીદ કરવામાં આવેલ ટ્રી ગાર્ડ પૈકી મોટાભાગના ટ્રી ગાર્ડ બિન ઉપયોગ હાલતમાં પડ્યા છે, અને ધુળ ખાય રહ્યા છે. ટ્રીગાર્ડ જે હેતુ માટે લેવામાં આવ્યા હોય તેનો ઉપયોગ નિયત સમયમાં કરવો જોઈએ તેવી વિપક્ષે માંગ કરી છે. લાખોના ખર્ચે લેવામાં આવેલા ટ્રીગાર્ડને ચોમાસા પહેલા સંસ્થા, કોર્પોરેટર કે સ્થાનિકોને આપીને જે-તે વિસ્તારમાં વૃક્ષોને વાવવા માટેની કામગીરી કરવામાં આવે માંગ વિપક્ષે કરી છે.

જામનગરને હરીયાળું બનાવવા ચોમાસાના એક મહીના અગાઉ ટ્રી ગાર્ડનું વિતરણ કરવું જોઈએ

મહાનગર પાલિકાની સ્ટેડીંગ કમીટીમાં શહેરમાં વૃક્ષારોપણ અને પર્યાવરણના જતન કરવાના હેતુથી નવા 640 ટ્રીગાર્ડ લેવાનો નિર્ણય લેવાયો છે. જે માટે કુલ 6 લાખ 81 હજારનો ખર્ચ કરવામાં આવશે. સ્ટેડીંગ કમીટીના ચેરમેન મનિષ કટારીયાએ જણાવ્યુ કે દર વર્ષે ટ્રીગાર્ડની ખરીદી કરવામાં આવે છે. તેમજ મહાનગર પાલિકાના તમામ કોર્પોરેટર દીઠ 10 ટ્રીગાર્ડ આપવામાં આવે છે.

શહેરમાં વૃક્ષારોપણ માટે અને પર્યાવરણના જતન માટે સ્ટેડીંગ કમીટી દ્વારા 6.81 લાખનો ખર્ચ મંજુર કરવામાં આવ્યો છે. જે ખર્ચીને નવા 640 ટ્રીગાર્ડ ખરીદવામાં આવશે. અગાઉ અન્ય ગ્રાન્ટ હેઠળ આવેલા ટ્રીગાર્ડ બીનઉપયોગી હોવાનુ તેમજ વધુ ટ્રીગાર્ડની જરૂર હોવાનુ શાસકો દ્વારા જણાવાયું છે. જે સ્ટોકમાં પડયા હોય તે અન્ય કોઈ ગ્રાન્ટમાં લેવામાં આવ્યા હોય શકે. મહાનગર પાલિકાએ જામનગર શહેરને ગ્રીન બનાવવું હોય તો ચોમાસાના એક માસ અગાઉ ટ્રી ગાર્ડ આપવા જોઈએ.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/iuPHvc0
via IFTTT
I.T. engineer

Post a Comment