ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે રમાઈ રહેલી ટી20 સિરીઝની ચોથી મેચ ભારતીય ટીમે જીતી લીધી છે. ભારતીય ટીમ ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા મુશ્કેલ સ્થિતી વચ્ચે 169 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઉછાળ ભર્યા બોલ સામે ભારતીય બેટ્સમેનો રન નોંઘાવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હકા. પરંતુ અંતમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિકે (Dinesh Karthik) ભારતીય ટીમને લડાયક સ્કોર પર પહોંચાડ્યુ હતુ. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતીય બોલરો સામે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. શરુઆતથી જ ભારતીય બોલરો હરીફ ટીમ પર હાવી રહ્યા હતા. ખાસ કરીને આવેશ ખાને (Avesh Khan) એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપીને ભારતની જીત નિશ્વિત કરી દીધી હતી. આ સાથે જ હવે અંતિમ મેચ હવે સિરીઝ માટે નિર્ણાયક રહેશે.
દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતીય ટીમે આપેલા 170 રનના લક્ષ્ય સામે માત્ર 87 રનમાંજ સમેટાઈ ગઈ હતી. આમ ભારતીય ટીમનો 82 રનથી વિશાળ વિજય નોંધાયો હતો. ભારતીય ટીમે અંતિમ બંને મેચોને લક્ષ્ય બચાવીને જીત મેળવી છે. આ જીત પણ ભારત માટે શાનદાર રહી છે. મેચમાં આવેશ ખાને માત્ર 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. એક જ ઓવરમાં તેણે ત્રણ મહત્વની વિકેટ ઝડપીને ભારતની જીત નક્કી કરી લીધી હતી. યુઝવેન્દ્ર ચહલે 2 અને હર્ષલ અને અક્ષર પટેલે પણ એક એક વિકેટ મેળવી હતી.
ટેમ્બા બાવુમા રિટાયર્ડ હર્ટ
ક્વિન્ટન ડી કોક અને કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટીમને સારી શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બાવુમા 20 રનના સ્કોર પર ઈજાગ્રસ્ત થઈ ગયો હતો અને રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો. બાવુમાની વિદાય પછી, દક્ષિણ આફ્રિકાની ટીમ નબળી પડી ગઈ અને ક્વિન્ટન ડી કોક અને ડ્વેન પ્રિટોરિયસના રૂપમાં, મુલાકાતી ટીમની 26 રનમાં 2 વિકેટે પડી ગઈ. હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, રાસી વાન ડુસેન, માર્કો જેન્સન, કેશવ મહારાજ, એનરિક નોર્કિયા એક પછી એક 80 રનમાં પેવેલિયન પરત ફર્યા હતા. રાસીએ સૌથી વધુ 20 રન બનાવ્યા હતા.
કાર્તિક અને પંડ્યાએ ભારતની ઇનિંગ્સને સંભાળી હતી
આ પહેલા ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઋતુરાજ ગાયકવાડ, શ્રેયસ અય્યર, ઈશાન કિશન અને કેપ્ટન પંતના રૂપમાં ભારતે 81 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી પંડ્યા અને કાર્તિકે શાનદાર ભાગીદારી કરી હતી.બંને વચ્ચે 33 બોલમાં 65 રનની ભાગીદારી થઈ હતી. પંડ્યા અને કાર્તિકના આધારે ભારતનો સ્કોર 81 થી 146 રન પર પહોંચ્યો હતો. ટીમ ઈન્ડિયાને પંડ્યાના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો છે. પંડ્યા તેની પ્રથમ ટી20 અડધી સદી માત્ર 4 રનથી ચૂકી ગયો હતો. તેણે 31 રનમાં 46 રનની ઇનિંગ રમી હતી. જેમાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. કાર્તિક પણ છેલ્લી ઓવરના બીજા બોલમાં 55 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 27 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા હતા.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/gdSb3Af
via IFTTT