Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

IND vs IRE: ભારતે બીજી મેચ 4 રને જીતી, T20I શ્રેણી પર કબજે કર્યો

IRE vs IND Team India beat Ireland by 4 runs in 2nd t20 match Deepak Hooda score century

ભારતે (Team India) શાનદાર પ્રદર્શન કરતા આયરલેન્ડ સામેની બીજી ટી20 મેચ 4 રને જીતી લીધી હતી અને બે મેચની સીરિઝ 2-0 થી કબજો કરી લીધો હતો. મહત્વનું છે કે પહેલીવાર ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી રહેલ હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ આ સીરિઝ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતની આ જીતના હિરો દીપક હુડા (Deepak Hooda) રહ્યો છે. તેણે શાનદાર પ્રદર્શન કરતા પોતાની પહેલી સદી ફટકારી હતી. તો સંજુ સેમસને પણ તેનો સુંદર સાથ આપ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં આયરલેન્ડની ટીમે પણ શાનદાર પ્રદર્શન કરતા 20 ઓવરમાં 5 વિકેટે 221 રન કર્યા હતા.

પ્રથમ T20ની જેમ આ મેચમાં પણ દીપક હુડ્ડા ભારતીય ટીમ (Team India) ની ઇનિંગ્સનો સ્ટાર હતો. પોતાની પાંચમી ટી20 મેચ રમી રહેલા દીપક હુડ્ડા (Deepak Hooda) એ માત્ર 57 બોલમાં 104 રનની ધમાકેદાર ઇનિંગ રમીને ટીમને 225 રનના વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. હુડ્ડા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર ચોથો ભારતીય બન્યો. પોતાની જબરદસ્ત ઇનિંગમાં હુડ્ડાએ નવ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં તે ત્રીજા નંબર પર બેટિંગ માટે આવ્યો હતો. ત્રીજી ઓવરમાં ઓપનર ઈશાન કિશનના સસ્તામાં આઉટ થયા બાદ હુડ્ડા ક્રીઝ પર આવતાની સાથે જ તેનું બેટ ચમકવા લાગ્યું હતું.

આયરલેન્ડની ઇનિંગઃ બાલબર્નીની અડધી સદી

ભારત સામે 228 રનના વિશાળ ટાર્ગેટનો પીછો કરતા આયર્લેન્ડે ભુવનેશ્વર કુમારની પ્રથમ ઓવરમાં 18 રન બનાવ્યા હતા. આગામી બે ઓવરમાં હાર્દિક પંડ્યાને 18 રન અને ભુવીએ 2 ઓવર ફેંક્યા બાદ 29 રન બનાવ્યા હતા. પોલ સ્ટર્લિંગ અને એન્ડ્ર્યુ બાલબિર્નીએ માત્ર 4 ઓવરમાં જ સ્કોર 50 સુધી પહોંચાડ્યો હતો. રવિ બિશ્નોઈએ 40 રનના સ્કોર પર સ્ટારલિનને ક્લીન બોલિંગ કરીને ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. પાવરપ્લેની 6 ઓવરમાં આયર્લેન્ડે 1 વિકેટે 73 રન બનાવ્યા હતા. ગેરેથ ડેલાની ખાતું ખોલાવ્યા વિના કેપ્ટન પંડ્યાના શાનદાર થ્રો પર રનઆઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો.

 

 

કેપ્ટન બલબિર્નીએ 37 બોલમાં 7 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 60 રન બનાવ્યા અને હર્ષલ પટેલની બોલ પર રવિ બિશ્નોઈના હાથે કેચ આઉટ થયો. ઉમરાન મલિકે તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિકેટ ટકરના રુપમાં લીધી હતી અને તેને 5 રને ચહલના હાથે કેચ કરાવ્યો. હેરી ટેક્ટર 39 રને ભુવનેશ્વર કુમારે આઉટ થયો હતો.

ટીમ ઇન્ડિયાની ઇનિંગઃ દીપક હુડાની સદી

ભારતીય ઓપનર બેટ્સમેન ઈશાન કિશન આ મેચમાં રન બનાવવામાં સફળ રહ્યો ન હતો અને તે 3 રનના સ્કોર પર માર્ક એડેરના બોલ પર આઉટ થયો હતો. દીપક હુડ્ડા અને સંજુ સેમસને સાથે મળીને 6 ઓવરમાં ટીમનો સ્કોર 54 રન સુધી પહોંચાડ્યો હતો. આ મેચમાં ધમાલ મચાવનાર દીપક હુડાએ 27 બોલમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે જ સેમસને પણ 31 બોલમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

સંજુ સેમસન 42 બોલમાં 9 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા બાદ માર્ક એડેર દ્વારા ક્લીન બોલ્ડ થઈને પાછો ફર્યો હતો. સૂર્યકુમાર સતત બીજી મેચમાં રમ્યો નહોતો અને 15 રન બનાવીને લિટલના બોલ પર ટકરના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી હુડ્ડાએ 57 બોલમાં 9 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 104 રનની ઇનિંગ રમીને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન એન્ડ્ર્યુ બલબિર્ની જોશુઆ લિટલના હાથે કેચ થયો હતો. એક તરફ જ્યાં સંજુ અને હુડ્ડાએ પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. દિનેશ કાર્તિક, અક્ષર પટેલ અને હર્ષલ પટેલ ખાતું ખોલાવ્યા વિના પહેલા જ બોલ પર ગોલ્ડન ડક સાથે પરત ફર્યા હતા.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/srBua6v
via IFTTT
I.T. engineer

Post a Comment