ગુજરાતમાં(Gujarat) ખેડૂતોના(Farmers) પ્રશ્નોને લઇને કિસાન સંઘ (Kisan Sangh) લાંબા સમયથી ઉગ્ર બન્યું છે. જેમાં સરકાર વિરુદ્ધ અનેક જિલ્લાઓમાં કાર્યક્રમ પણ આપ્યા છે. તેવા સમયે ગાંધીનગરમાં કિસાન સંઘની રાજ્ય સરકાર સાથે મળેલી બેઠક હકારાત્મક રહી. આ બેઠકમાં ભારતીય કિસાન સંઘે મહેસૂલ પ્રધાનને 56 જેટલા પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી હતી. જેમાં છેવાડાના ખેડૂતોને નડતા પ્રશ્નોને પણ આવરી લેવાયા. આ બેઠકમાં કિસાન સંઘે દાવો કર્યો છે કે, રિ-સરવે માટે કોઈ ખેડૂતને અન્યાય ન થાય તે માટે મહેસૂલ પ્રધાને ખાતરી આપી છે. બીજી તરફ વીજળીનો મુદ્દો હજુ યથાવત છે.. જેને લઈને કિસાન સંઘ ઊર્જા પ્રધાનને મળશે. કિસાન સંઘે ચીમકી ઉચ્ચારી છે કે, વીજળીનો પ્રશ્ન 10 દિવસમાં હલ નહીં થાય તો તેઓ સરકાર વિરુદ્ધ ફરી રસ્તા પર ઉતરશે.
કચ્છ અને બનાસકાંઠામાં 8 કલાક વીજળી આપવામાં આવશે
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ખેડૂતોને પુરતી વીજળી આપવા મુદ્દે કિસાન સંઘ લાંબા સમયથી આંદોલન કરી રહ્યું હતું જો કે રાજ્ય સરકાર સાથે યોજાયેલી બેઠકમાં સરકાર તરફથી આશ્વાસન મળતા કિસાન સંઘે આંદોલન મોકૂફ રાખ્યું હતી. જેમાં સરકારે કહ્યું હતું કે, જે વિસ્તારમાં ખેડૂતોનો પાક છે ત્યાં તાત્કાલિક ધોરણે 8 કલાક વીજળી આપવામાં આવશે.કચ્છ અને બનાસકાંઠામાં 8 કલાક વીજળી આપવામાં આવશે.સમગ્ર ગુજરાતમાં 8 કલાક વીજળી આપવાની ઉર્જાપ્રધાને બાંહેધરી આપી હતી. તેમજ બેઠકમાં વીજ મીટર મરજિયાત કરવા અંગે પણ થઈ ચર્ચા હતી.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/sgRUBOH
via IFTTT