Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

FIH Hockey Pro League: ભારતની રમતને ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમ જોઈ જ રહ્યુ, ગોલકીપર શ્રીજેશ બન્યો જીતનો હિરો

FIH Pro League: Indian Men's Hockey Team beats Olympics Champion Belgium in Penlaty shootout PR Sreejesh

ભારતીય પુરૂષ હોકી ટીમે (Indian Men’s Hockey Team) FIH હોકી પ્રો લીગ મેચમાં ટોક્યો ઓલિમ્પિક ચેમ્પિયન બેલ્જિયમને ચોંકાવી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ બેલ્જિયમને રોમાંચક મુકાબલામાં પેનલ્ટી શૂટઆઉટમાં હરાવ્યું. બે તબક્કામાં રમાયેલી આ મેચના પ્રથમ ચરણમાં, ભારતીય ટીમે વિશ્વની નંબર વન ટીમ સામે તેનો લડાયક અંદાજ બતાવ્યો અને છેલ્લી 8 મિનિટમાં 2 ગોલ કરીને મેચને બરોબરી પર પહોંચાડી અને પેનલ્ટી શૂટઆઉટનો માર્ગ તૈયાર કર્યો. શૂટઆઉટમાં ભારતનો અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ (PR Sreejesh) આખરે બંને ટીમો વચ્ચેનો તફાવત સાબિત થયો અને તેના બચાવને કારણે ભારતે શૂટઆઉટ 5-4 થી જીતી લીધું.

બેલ્જિયમના એન્ટવર્પમાં શનિવારે 11 જૂને રમાયેલી આ મેચમાં નિર્ધારિત 60 મિનિટ બાદ બંને ટીમોનો સ્કોર 3-3 હતો. ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી, જેનાથી તેનો આત્મવિશ્વાસ મજબૂત થયો. જેથી મેચ પેનલ્ટી પર ચાલી હતી. બંને ટીમોએ પ્રથમ બે સ્ટ્રોકને ગોલમાં ફેરવી સ્કોર 2-2 થી બરાબર રાખ્યો હતો. ત્યારપછી ત્રીજી પેનલ્ટી લેવા આવેલા એલેક્ઝાન્ડર હેન્ડ્રીક્સનો એક શોટ શ્રીજેશે બચાવ્યો હતો. આવી સ્થિતિમાં, જ્યારે શૂટઆઉટ 4-4 પર બરાબર હતું, ત્યારે ભારતના આકાશદીપ છેલ્લા સ્ટ્રોક માટે આવ્યો હતો, જેણે કોઈપણ ભૂલ વિના સ્કોર 5-4 કરી દીધો હતો અને ભારતને જીત અપાવી હતી.

બીજા ક્વાર્ટરમાં ભારતે લીડ મેળવી

અગાઉ, શ્રીજેશે 60 મિનિટની રમત દરમિયાન ઘણા ગોલ બચાવ્યા હતા, પરંતુ છેલ્લા ક્વાર્ટરમાં બચાવેલા બે ગોલ ઘણા મહત્વપૂર્ણ સાબિત થયા હતા. પ્રથમ ક્વાર્ટરમાં કોઈ ગોલ થયો ન હતો જેમાં શ્રીજેશે બે શોટ બચાવ્યા હતા. બીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારત માટે શમશેર સિંહે 18મી મિનિટે ગોલ કરીને લીડ મેળવી હતી. ત્રણ મિનિટ બાદ સેડ્રિક ચાર્લિયરના ગોલમાં બેલ્જિયમે બરાબરી કરી હતી.

બેલ્જિયમને બરાબરી પર રોકી દીધુ

ત્રીજા ક્વાર્ટરમાં બેલ્જિયમનો દબદબો શરૂ થયો અને સાઈમન ગોનાર્ડે 36મી મિનિટે બેલ્જિયમને લીડ અપાવી. શ્રીજેશે આ દરમિયાન વધુ બે શોટ બચાવ્યા પરંતુ ડી કર્પેલે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને 3-1ની લીડ મેળવી લીધી. આ લીડ 50મી મિનિટ પછી પણ ચાલુ રહી, પરંતુ ત્યારે જ મનપ્રીત સિંહે ભારતને પેનલ્ટી કોર્નર અપાવ્યો, જેને હરમનપ્રીત સિંહે ગોલમાં ફેરવ્યો. બીજી તરફ, જરમનપ્રીતે ત્રીજો ગોલ કર્યો જ્યારે ભારતે પેનલ્ટી કોર્નર પર ભિન્નતાનો ઉપયોગ કરીને બેલ્જિયમને ડોઝ કર્યો.

મહિલા ટીમ હારી ગઈ

જો કે, બેલ્જિયમ સામેની મેચ ભારતીય મહિલાઓ માટે સફળતા ન લાવી શકી. વિમેન્સ પ્રો લીગમાં બેલ્જિયમ સામે પ્રથમ ચરણમાં બોલ પરનો અંકુશ સરળતાથી ગુમાવનાર ભારતીય મહિલા હોકી ટીમને બેલ્જિયમ સામે 1-2 થી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચની શરૂઆત ખૂબ જ આક્રમક રીતે થઈ હતી અને શરૂઆતની મિનિટોમાં બંને ટીમોએ તકો ઉભી કરી હતી પરંતુ બેલ્જિયમે ત્રીજી જ મિનિટે કેપ્ટન નેલેન બાર્બરાના ગોલના સહારે લીડ મેળવી હતી. થોડીવાર બાદ ભારતને મેચનો પહેલો પેનલ્ટી કોર્નર મળ્યો પરંતુ રાની પોતાની 250મી આંતરરાષ્ટ્રીય મેચ રમી રહી હતી તે લક્ષ્ય ચૂકી ગઈ.

જોકે, ભારતનો ડિફેન્ડિંગ પણ મજબૂત હતો, જેના કારણે બેલ્જિયમને અનેક પેનલ્ટી કોર્નર પર ગોલ કરવાથી રોકી શકાયું હતું. બેલ્જિયમે ત્રીજા ક્વાર્ટરમાં આક્રમક શરૂઆત કરી અને 32મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો પરંતુ તેનો શોટ ગોલપોસ્ટની બહાર ગયો. આન્દ્રે બેલેંગિને 35મી મિનિટે ગોલ કરીને ટીમની લીડ બમણી કરી હતી. ભારતે છેલ્લા ક્વાર્ટરમાં અનેક પ્રયાસો કર્યા અને બે પેનલ્ટી કોર્નરમાંથી એકને રિડીમ કરીને અંતર ઓછું કર્યું. યંગ ફોરવર્ડ લાલરેમસિયામીએ રિબાઉન્ડ પર 48મી મિનિટે ગોલ કર્યો ત્યાર બાદ ઈશિકા ચૌધરીના શોટ લક્ષ્યને અડી ગયા હતા.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/8Qop0Cv
via IFTTT
I.T. engineer

Post a Comment