ટેક્નોલોજીના વિકાસ સાથે લોકોનું જીવન સ્તર પણ વધતુ જાય છે. ટેક્નોલોજીને (Technology) કારણે મળતી સુવિધાઓને કારણે લોકોનું જીવન સરળ બની રહ્યુ છે. એડવાન્સ ટેક્નોલોજીની વચ્ચે હવે પાસપોર્ટ પણ ઈ-ચીપસેટ સાથે દસ્તક આપશે. વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે માહિતી આપી છે, તેમણે કહ્યું છે કે આ 2022ના અંત સુધીમાં ઈ-પાસપોર્ટ (E-Passport) આવશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે ભારત સરકાર વિદેશ પ્રવાસ કરતા લોકોના અનુભવને સુધારવા માંગે છે. હવે સવાલ એ થાય છે કે આ ઈ-પાસપોર્ટ કઈ રીતે કામ કરશે અને જૂના પાસપોર્ટનું શું થશે. ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી.
ભારત એવો પહેલો દેશ નથી જે ઈ-પાસપોર્ટ લાવી રહી છે આ પહેલા 100 થી વધુ દેશો પહેલાથી જ ઈ-પાસપોર્ટ આપે છે. તેમા આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ જેવા દેશો પહેલાથી જ ઈ-પાસપોર્ટ આપે છે. તેની મદદથી દેશ પોતાના નાગરિકોના ડેટા ઈન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઈઝેશનને આપે છે.
ઈ-પાસપોર્ટ શું છે?
તે સામાન્ય ભૌતિક કાગળ સાથે પાસપોર્ટની જેમ કામ કરે છે. ઈલેક્ટ્રિક પાસપોર્ટમાં એક નાનો ઈલેક્ટ્રોનિક ચીપસેટ હોય છે, જે તમને ડ્રાઈવિંગ લાયસન્સ જેવો પણ લાગશે છે. પાસપોર્ટની અંદર સ્થાપિત ચીપસેટમાં પાસપોર્ટ ધારકોનો તમામ જરૂરી ડેટા હશે, જેમ કે નામ, જન્મ તારીખ, સરનામું અને બ્લડ ગ્રુપ વગેરે. તેમાં રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ચીપનો ઉપયોગ કરવામાં આવે છે. આની મદદથી સંબંધિત ઓથોરિટી તરત જ તમારી માહિતીની ચકાસણી કરી શકશે.
ઈ-પાસપોર્ટ કોણ બનાવશે અને કયારે મળશે?
ભારતમાં ટેક જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) ઈ-પાસપોર્ટ પ્રોગ્રામ પર કામ કરી રહી છે અને આ સેવા આ વર્ષના અંત સુધીમાં બહાર પાડવામાં આવી છે. ભારત સરકારે આ માહિતી આપી છે. TCS એ જણાવ્યું છે કે તે વિદેશ મંત્રાલય સાથે મળીને એક નવું કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયાર કરી રહ્યું છે. જેમા ઈ-પાસપોર્ટ સંબધિત કામો થશે.
ચીપવાળા વગરના જૂના પાસપોર્ટનું શું થશે ?
અત્યાર સુધી, વર્તમાન પાસપોર્ટ ધારકો માટે સરકાર તરફથી આવું કોઈ નિવેદન આવ્યું નથી, જેમાં વર્તમાન પાસપોર્ટ ધારકોને અપગ્રેડ કરવા માટે કહેવામાં આવ્યું હોય. અત્યારે તેના વિશે સ્પષ્ટતા ઈ-પાસપોર્ટ લોન્ચ થયા પછી થશે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/kANJjdV
via IFTTT