Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

ગુજરાતમાં CBIનું મોટું ઓપરેશન, ગાંધીધામ, ડીસા અને વડોદરામાં દરોડા

1 min read
Gujarat CBI Raid

CBI ની ગુજરાત(Gujarat)  સહિત 3 રાજ્યોમાં સર્ચની(Raid)  કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં સરકારી તિજોરીને 52.8 કરોડનું નુકસાન કરનાર 15 જણા સામે ફરિયાદ નોંધાઈ છે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં સીબીઆઈની 15 સ્થળોએ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં એક ખાનગી કંપનીના ડાયરેકટર, પ્રમોટર્સ સહિતના 15 આરોપીઓ સામે સીબીઆઈની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મ્યુરીએટ ઓફ પોટાશનું ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા ખેડૂતોને વેચાણ કરીને સરકાર પાસેથી સબસીડીના રૂપિયા પણ ક્લેઇમ કરવામાં આવ્યા હતા.

જેમાં વડોદરામાં નીતિન શાહને ત્યાં CBI ત્રાટકી હતી. નીતિન શાહ કુસુમ ટ્રેડર્સના માલિક છે. જ્યારે ડીસામાં શરદ કક્કડને ત્યાં CBIની તપાસ હાથ ધરવામાં આવી છે. શરદ કક્કડ એગ્રો સેન્ટરના માલિક છે.

મ્યુરીએટ ઓફ પોટાશ ફેલ્ડસ્પાર પાવડર અને ઇન્ડસ્ટ્રીયલ સોલ્ટની આડમાં વિદેશોમાં પણ વેચ્યું છે. જેમાં વેચાણની નાણાંકીય બાબતને કાયદેસર બતાવવા માટે રાજસ્થાન અને કોલકાતાના ડીલર્સને ઉભા કર્યા છે. તેમજ 2007 થી 2009 દરમિયાન આરોપીઓ સાથે કેટલાક સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઇઝ અને કસ્ટમ્સના અધિકરીઓ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. સીબીઆઈ હવે 24003 મેટ્રિક ટન જેટલા મ્યુરીએટ ઓફ પોટાશ જે કાયદેસર પરવાનગી વિના વેચવો ગુનો છે એની તપાસ કરી રહી છે. આ કેસમાં એકસાઇઝ અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે.

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/VQCraTb
via IFTTT
I.T. engineer

You may like these posts

Post a Comment