Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

આ ગરોળીમાંથી બની શકે છે ખતરનાક બીમારીઓની દવા, બિહારી ગરોળીની કિંમત જાણીને ચોંકી જશો

This lizard can be a medicine for dangerous diseases you will be shocked to know the price of this lizard from Bihar

આજના સમયમાં વ્યક્તિ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા ભલભલા કામ કરતો હોય છે. કેટલીકમાં લાલચ અને મજબૂરીમાં તે એવા કામ કરી બેસે છે જે ગૂનાહિત પ્રવૃતિમાં આવે છે. દાણચોરી વિશે જાણીએ જ છે. મોંઘી વસ્તુ, વનસ્પતિની સાથે સાથે પ્રાણીઓ (Animals) કે પ્રાણીઓના અંગોની પણ દાણચોરી (Smuggling) થતી હોય છે. જે ગેરકાયદેસર છે, કાયદાની દ્રષ્ટિએ પણ અને માનવતાની દ્રષ્ટિએ પણ. ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં તેના કાળાબજાર ચાલતા હોય છે. કેટલાક પ્રાણીઓ અને તેમના અંગોની કિંમત લાખોમાં હોય છે. બિહારમાં એક ગરોળી  છે જેની કિંમત એટલી છે  તમે ફરારી કાર પણ ખરીદી શકો. ચાલો જાણીએ આ ગરોળી વિશે.

આ પ્રાણીનું નામ છે ગેકો લિઝાર્ડ્સ (Gecko Lizards). જે એક ગરોળી છે. જેને ખરીદવા માટે લોકો ભારે કિંમત ચૂકવવા તૈયાર છે. આ કિંમતી ગરોળી દક્ષિણપૂર્વ એશિયાના કેટલાક ભાગોમાં જોવા મળે છે. તે મોટાભાગે ભારતના બિહાર અને નેપાળમાં જોવા મળે છે. જેના કારણે બોલચાલની ભાષામાં લોકો તેને બિહારી ગરોળી પણ કહે છે.

આ છે ગેકો લિઝાડર્સની કિંમત

દુનિયાના આંતરરાષ્ટ્રીય બજારોમાં આ ગરોળીની કિંમત કરોડોમાં છે. તેના માંસ દ્વારા ઘણી ગંભીર બીમારીઓનો ઈલાજ થાય છે. જેમ કે નપુંસકતા, ડાયાબિટીસ, એઇડ્સ અને કેન્સર વગેરે. જેના કારણે બજારમાં તેની માંગ કરોડો રૂપિયા છે. ચીનમાં તેનો ઉપયોગ ચાઈનીઝ પરંપરાગત દવા બનાવવા માટે થાય છે. લોકોની વચ્ચે તેમની ઘણી માંગ છે, જેના કારણે તેમની સંખ્યા દિવસેને દિવસે ઘટી રહી છે. તેનો શિકાર વધી રહ્યો છે.

ભારતમાં આ કામ ગેરકાયદે

ભારતમાં આ ગરોળી વેચવી કે ખરીદવી ગેરકાયદેસર છે. ગીકો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 ના અનુસૂચિ 3 હેઠળ આ વાત કહેવામાં આવી છે. પરંતુ તેમ છતાં દાણચોરો તેમને છૂપી રીતે પકડી લે છે અને ઊંચા ભાવે વિદેશમાં વેચી દે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગેકોની કિંમત તેની સાઈઝના હિસાબે સિત્તેરથી એંસી લાખ સુધીની હોઈ શકે છે અને ઈન્ટરનેશનલ માર્કેટમાં તેની કિંમત કરોડોમાં છે. દાણચોરો તેમને પકડીને ચીન જેવા દેશોમાં વેચે છે. આ ગરોળી એટલી કિંમતી છે કે માત્ર એક ગેકો વેચીને દાણચોર અમીર બની જાય છે.

 



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/JhtHzOx
via IFTTT
I.T. engineer

إرسال تعليق