Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

વકીલો અને ન્યાયાધીશો વચ્ચે તાલમેળની ખૂબ આવશ્યકતા છેઃ જસ્ટિસ વિક્રમનાથ

There is a great need for coordination between lawyers and judges Justice Vikram Nath

ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) ના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને હાલ સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના જજ જસ્ટિસ વિક્રમનાથે અમદાવાદ (Ahmedabad) ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમના વકીલોને સંબોધન કરતા કહ્યું કે ,’ગુસ્સો દસ સેકન્ડ પૂરતો હોય છે, એટલે કે ક્ષણીક હોય છે, પરંતુ જો તેના પર કાબુ મેળવવામાં આવે તો વકીલો ઉપરાંત જજો પણ સરળતાથી કામ પાર પાડી શકે છે. બંને વચ્ચે તાલમેળની ખૂબ આવશ્યકતા છે. ગુજરાત હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં પહોંચેલા ત્રણ સીનીયર જજનું ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાછલા બે વર્ષ દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાંથી જજ તરીકે સેવા આપ્યા બાદ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક પામેલા ત્રણ સિનિયર ન્યાયાધીશોનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં ગુજરાત હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અને હાલ સુપ્રીમ કોર્ટના સિનિયર જજ તરીકે કાર્યરત વિક્રમનાથે કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો ઉલ્લેખ કર્યો. પોતાની આગવી અને રમુજી શૈલીમાં સંબોધન થકી સમગ્ર કાર્યક્રમનો માહોલ હળવો બનાવી દીધો.

જસ્ટિસ વિક્રમનાથે પોતાના સંબોધન દરમિયાન જુનિયર એડવોકેટ અને નવા ન્યાયાધીશોની બાબતે મહત્વપૂર્ણ વાત કહી ગતી. જેમાં તેમણે કહ્યું કે બંને વચ્ચે તાલમેલની આવશ્યકતા હોય છે. તેમણે નવા વકીલો અને ન્યાયાધીશોને ગુસ્સા પર કાબુ કરાખવાની પણ સલાહ આપી હતી. આ ઉપરાંત તેમને ગુજરાતી ભાષામાં ગાંધીજીએ કહેલા સુવાક્યોને પણ ટાંક્યાં હતાં. સાથે સાથે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બેલાબેન ત્રીવેદીએ પણ પોતાનું સંબોધન કર્યું હતું.

આ કાર્યક્રમ બાબતે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ જણાવ્યું કે કોરોનાના કારણે અગાઉના સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પામનાર જજોને સન્માનવાનો કાર્યક્રમ યોજાઇ શક્યો નહોતો. જોકે હવે પરિસ્થિતિ સામાન્ય બની છે અને હાલમાં જ જસ્ટિસ જે.બી.પારડીવાલાની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે વરણી થઇ છે. તેવામાં ગુજરાત હાઇકોર્ટમાંથી સુપ્રીમમાં પોતાની સેવા આપનાર ન્યાયમૂર્તિઓને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત હાઈકોર્ટમાં સેવા આપ્યા બાદ હાલમાં સુપ્રિમ કોર્ટમાં સેવા આપી રહેલા ત્રણ જસ્ટિસનું સંન્મન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જજ અને વકીલો હાજર રહ્યા હતા.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/uRo14Gz
via IFTTT
I.T. engineer

Post a Comment