Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

બિહારમાં હિંસાને કારણે ઈન્ટરનેટ સેવા બંધ, આટલા જિલ્લાઓમાં થશે અસર

internet service stop in 12 districts of bihar

અગ્નિપથ યોજનાના (Agneepath scheme) વિરોધમાં  હાલમાં દેશભરમાં યુવાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભારતમાં અનેક સ્થળોએ હિંસા અને આગચંપીના બનાવો પણ બન્યા છે. તે બઘા વચ્ચે આ પ્રદર્શન અને હિંસાને કાબુમાં કરવા બિહારની નીતિશ સરકારે મોટો નિર્ણય લીધો છે. બિહારના (Bihar) 12 જિલ્લામાં સરકારે ઈન્ટરનેટ પર અંકુશ લગાવતા આવનારા 2 દિવસ સુધી  ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ સહિતની 22 સાઈટ અને એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે જ યુટ્યુબ પર વીડિયો અપલોડ કરવા પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. કૈમુર, ભોજપુર, ઔરંગાબાદ, રોહતાસ, બક્સર, નવાદા, પશ્ચિમ ચંપારણ, સમસ્તીપુર, લખીસરાય, બેગુસરાય, વૈશાલી અને સારણમાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ ચૈતન્ય પ્રસાદે ઈન્ટરનેટ દ્વારા હિંસાને લઈને શેર થતા વીડિયો અને મેસેજની લેવડ-દેવડ રોકવા માટે આ આદેશ જારી કર્યો છે. જે મુખ્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ બંધ કરવામાં આવી છે તેમાં ફેસબુક, ટ્વિટર, વોટ્સએપ, વીચેટ , ગૂગલ પ્લસ, સ્નેપચેટ જેવી સાઈટનો સમાવેશ થાય છે. અગ્નિપથ યોજનાના વિરોધમાં  બિહારના ઉપમુખ્યમંત્રી રેણુ દેવી અને બીજેપી પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલના ઘર પર પ્રદર્શનકારીઓના હુમલા બાદ હવે બેતિયામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. બેતિયામાં ભાજપના ધારાસભ્ય વિનય બિહારીના વાહન પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

18મી જૂને બિહાર બંધ

અગ્નિપથ યોજના પાછી ખેંચવાની માંગ સાથે બિહારના ઘણા વિદ્યાર્થી-યુવા સંગઠનોએ 18 જૂન એટલે કે શનિવારે એક દિવસીય બિહાર બંધનું એલાન કર્યું છે. આ બંધને રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP) દ્વારા નૈતિક સમર્થન આપવામાં આવ્યું છે. હિન્દુસ્તાની અવમ મોરચા (HUM), જે NDAનો ભાગ છે, તેણે પણ સૈદ્ધાંતિક સમર્થન આપ્યું છે. આ સંગઠનોએ કહ્યું કે સરકાર આ યોજના પાછી ખેંચવામાં જેટલો વધુ વિલંબ કરશે તેટલું આંદોલન વધુ વિસ્ફોટક બનશે અને તેના માટે માત્ર અને માત્ર સરકાર જ જવાબદાર રહેશે.

હિંસાને કારણે સંપતિને કરોડોનું નુકશાન

બિહારમાં અગ્નિપથ યોજનાને લઈને છેલ્લા 3 દિવસથી યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે. બુધવારથી શરૂ થયેલો વિરોધ શુક્રવાર સુધી બિહારના મોટાભાગના જિલ્લાઓમાં ફેલાઈ ગયો છે. પ્રદર્શનકારીઓએ 15 થી વધુ ટ્રેનોને આગ ચાંપી દીધી. એક અંદાજ મુજબ રેલવેને 200 કરોડથી વધુનું નુકસાન થયું છે. બિહારના લખીસરાઈમાં વિક્રમશિલા એક્સપ્રેસમાં આગ લગાવવામાં આવી, જેને કારણે ટ્રેનની 23 બોગી બળીને ખાખ થઈ ગઈ.

આ પ્રદર્શનકારીઓએ પટનાના દિદારગંજ સ્થિત ટોલ પ્લાઝામાં પણ તોડફોડ કરી છે. અહીં તોડફોડ કર્યા બાદ પ્રદર્શનકારીઓ ટોલ પ્લાઝાને આગ ચાંપી દીધી છે. પોલીસના  આવવા પર પ્રદર્શનકારીઓ ત્યાથી નાસી છુટ્યા હતા.વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, કેટલાક અસામાજિક તત્વો પણ વિરોધ પ્રદર્શનમાં સામેલ છે. અત્યાર સુધીમાં 24 FIR નોંધવામાં આવી છે અને 125 થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/6LGgsR7
via IFTTT
I.T. engineer

إرسال تعليق