Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

વર્ષોથી આ સ્થળે મૃતદેહો રાહ જોઈ રહ્યા છે પોતાના અંતિમ સંસ્કારની, જાણો દુનિયાના એક માત્ર કબ્રસ્તાન વિશે

For years the corpses have been waiting at this place for their funeral the only cemetery in the world

આ દુનિયા રહસ્યોથી ભરેલી છે. આ દુનિયામાં અનેક સ્થળો છે, જેના રહસ્યો આખી દુનિયાને દંગ કરી દે છે. ભારતમાં પણ એવા ઘણા રહસ્યમય સ્થળો આવેલા છે, હિમાલયના સૌથી મોટા શિખર માઉન્ટ એવરેસ્ટ વિશે આપણે સૌ જાણીએ છે. લગભગ 8 હજાર મીટરની ઊંચાઈવાળા હિમાલયના (Himalaya) આ શિખર માઉન્ટ એવરેસ્ટની (Mount everest) ટોચ પર પહોંચવુ દરેક પર્વતારોહકનું સપનુ હોય છે. દુનિયામાં એવા ઘણા પર્વતારોહકો છે, જેણે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર પહોંચવાનું કારનામુ કરી બતાવ્યુ છે. આજે પર્વતારોહકો પાસે પર્વતારોહણ માટે સારા સાધનો અને ટેકનિક છે, જે પહેલાના સમયમાં ના હતી. જેને કારણે પહેલાના સમયમાં આ સાહસ કરતા કરતા અનેક પર્વતારોહકોના મૃત્યુ થયા હતા. આજે પણ સારા સાધનો અને ટેકનિક હોવા છતાં અનેક પર્વતારોહકોના મોત થાય છે.

માઉન્ટ એવરેસ્ટ પર પર્વતારોહણ સમયે જો કોઈ પર્વતારોહકનો પગ લપશે તો તે સીધો રેઈનબો વેલીમાં જઈને પડે છે. આ સિવાય ઓકિસજનની અછત અને થાકને કારણે પણ અનેક પર્વતારોહકો પોતાનું સતુલન ગુમાવતા હોય છે. આ સ્થળેથી 1924માં ચઢાઈ કરવા આવેલા જયોર્જ મેલોરીનું પણ મૃતદેહ મળ્યુ હતુ. રેઈનબો વેલી એવી દુગર્મ જગ્યા છે, જ્યાંથી કોઈને બચવાની શકયતા નહીંવત છે અને અને તેના મૃતદેહને પણ પાછુ લાવવુ મુશ્કેલ છે.

રેઈનબો વેલીમાં આવા અનેક મૃતદેહો જોવા મળશે જે એવરેસ્ટ સર કરવાનું સપનુ લઈને સાહસ બતાવવા આવ્યા હતા પણ મોતને ભેટ્યા. એક વાર તો લાગશે કે અનેક લોકો બરફ પર સૂતેલા છે. બરફના કારણે તેમના મૃતદેહો વર્ષો સુધી સડતા નથી અને એમના એમ રહે છે. એક રીતે આ દુનિયાનું એક માત્ર એવુ કબ્રસ્તાન છે, જ્યાં વર્ષોથી અનેક લોકોના મૃતદેહો એ જ એની એ અવસ્થામાં છે.

ખતરનાક સ્થળ છે રેઈનબો વેલી

રેઈનબો વેલી ખુબ જ ભયાનક જગ્યા છે. અનેક લોકોની લાશો અને તેમના સામાનો અહીં વિખરાયેલા જોવા મળે છે. આ સ્થળે હેલીકોપ્ટરની મદદથી રાહત કાર્ય પણ થઈ શકતુ નથી કારણ કે આ સ્થળે હેલીકોપ્ટરને પણ લાવવુ મુશ્કેલ છે. આ સ્થળેથી પસાર થતાં અનેક પર્વતારોહકોને આ સ્થળના ભયાનક દ્રશ્યો યાદ રહી જાય છે. આ સ્થળ પર અનેક લોકોના મૃતદેહો વર્ષોથી પોતાની અંતિમક્રિયાની રાહ જોઈ રહ્યા છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/UQJEXCi
via IFTTT
I.T. engineer

Post a Comment