Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ચોમાસાની જોરદાર અન્ટ્રી

Gujarat Monsoon 2022

ગુજરાતમાં ચોમાસાએ (Monsoon 2022) જોરદાર એન્ટ્રી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ડાંગ સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. વરસાદ પડવાને કારણે ગરમીમાં ઘટાડો થવાથી લોકોએ હાશકારો મેળવ્યો છે. રાજકોટ જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ મળ્યો હતો. પડધરી, લોધિકા, વિરપુર, જેતપૂર પંથકમાં વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પડધરીના જીવાપર, વિભાણીયા, ખાખરા અને હડમતિયા ગામમાં વરસાદ પડ્યો હતો. લોધિકા તાલુકાના ચીભડાં, ખીરસરા, વાગુદડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વિરપૂર અને જેતપૂરના અનેક ગામોમાં પણ વરસાદ પડ્યો છે.

જામનગર જીલ્લાના કાલાવડ શહેર તથા તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ બપોર પછી વરસાદ વરસ્યો હતો. શહેર તથા તાલુકા શિસાગ, નિકાવા, નવા રણુંજા, મોટા વડાલા, જસાપર સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જેથી લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. નાના બાળકોએ પહેલા વરસાદની મજા માણી હતી. ઉપરાંત વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

જામનગર જિલ્લામાં વરસાદનું આગમન થતાં સૌ કોઈમાં હરખની હેલી જોવા મળી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે કાલાવડ પ્રવાસ દરમિયાન વરસાદની મજા માણી હતી. પ્રથમ વરસાદમાં રાઘવજી પટેલે ન્હાવાનો લ્હાવો લીધો હતો. પ્રવાસ દરમિયાન સર્કિટ હાઉસ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલે વરસાદની મજા માણી હતી. રાઘવજી સાથે તાલુકા ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા સહિત ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત રહ્યા હતા.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/dKROAMl
via IFTTT
I.T. engineer

Post a Comment