કેન્દ્ર સરકારે શુક્રવારે ગેરમાર્ગે દોરતી જાહેરાતો (Advertisement)ને રોકવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી હતી. જેમાં બાળકોને લક્ષ્યાંકિત કરતી જાહેરાતો અને ગ્રાહકો (Consumers) ને લલચાવવા માટે મફત દાવાઓનો સમાવેશ થાય છે. માર્ગદર્શિકામાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જાહેરાત (Ad Rules) જારી કરતા પહેલા યોગ્ય કાળજી લેવી જોઈએ. ઉપભોક્તા બાબતોના મંત્રાલય દ્વારા સૂચિત નવી માર્ગદર્શિકામાં સરોગેટ જાહેરાતો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જાહેરાતો દર્શાવતી વખતે જાહેરાતમાં વધુ પારદર્શિતા લાવવાનું કહેવામાં આવ્યું છે.
આ માર્ગદર્શિકા તાત્કાલિક અસરથી અમલમાં આવી છે. સરોગેટ જાહેરાતોએ સ્યુડો જાહેરાતો છે જે અન્ય ઉત્પાદનનો પ્રચાર કરે છે. જેમ કે સોડા વોટરના બહાને દારૂનો પ્રચાર કરવો કે એલચીના બહાને ગુટખાનો પ્રચાર કરવો.
નિયમો પ્રિન્ટ, ટેલિવિઝન અને ઓનલાઈન જાહેરાતો પર લાગુ થશે
આ દિશા નિર્દેશોની જાહેરાત કરતાં ગ્રાહક બાબતોના સચિવ રોહિત કુમાર સિંહે જણાવ્યું હતું કે ગ્રાહકો જાહેરાતોમાં ઘણો રસ લે છે. CCPA એક્ટ હેઠળ, ઉપભોક્તાઓના અધિકારોને અસર કરતી ભ્રામક જાહેરાતો સાથે વ્યવહાર કરવાની જોગવાઈ છે. તેમણે કહ્યું કે, પરંતુ ઉદ્યોગને વધુ સ્પષ્ટ અને જાગૃત બનાવવા માટે, સરકાર આજથી વાજબી જાહેરાત માટે માર્ગદર્શિકા લઈને આવી છે.
આ માર્ગદર્શિકા પ્રિન્ટ, ટેલિવિઝન અને ઓનલાઈન જેવા તમામ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતી જાહેરાતો પર લાગુ થશે. નવી માર્ગદર્શિકાના ઉલ્લંઘન બદલ સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ (CCPA) ની જોગવાઈઓ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે એક વિવાદાસ્પદ જાહેરાત સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે ડિઓડરન્ટ કંપની વિરુદ્ધ મોટું પગલું ભર્યું હતું. સરકારે વિવાદાસ્પદ સામગ્રી ધરાવતી પરફ્યુમની જાહેરાતને તાત્કાલિક દૂર કરવાના આદેશો જારી કર્યા હતા. આ આદેશ સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવ્યો છે. પરફ્યુમ બ્રાન્ડ લેયરએ નવા બોડી સ્પ્રે શોટ માટે વિવાદાસ્પદ જાહેરાત બહાર પાડી.
આ જાહેરાત સામે ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે તેમાં રેપ કલ્ચરને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યા બાદ મંત્રાલયે ગયા શનિવારે તેને હટાવવાનો આદેશ આપ્યો હતો. મંત્રાલયે ટ્વિટર અને યુટ્યુબને પ્લેટફોર્મ પરથી આવી વિવાદાસ્પદ જાહેરાતોને દૂર કરવા માટે જરૂરી પગલાં ભરવા માટે પણ કહ્યું હતું.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/ct2M3mp
via IFTTT