Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Viral Video: બિલાડીએ માલિકને ગાયનું તાજું દૂધ પીવડાવવા વિનંતી કરી, ત્યારબાદ આ રીતે પીધું દૂધ

Viral Video: Cat urges owner to drink fresh cow's milk, then gets up and drinks like this

બિલાડીઓ (Cats) ક્યારેક સુંદર વસ્તુઓ પણ કરે છે પરંતુ જ્યારે તેમની પ્રિય વસ્તુ એટલે કે દૂધની વાત આવે છે, ત્યારે તે પીવા માટે ઉત્સાહિત થાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક રમુજી વિડીયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે એક સુંદર બિલાડી એક ખેડૂત પાસેથી તાજુ ગાયનું દૂધ માંગી રહી છે. આ વીડિયો છત્તીસગઢ કેડરના IAS અધિકારી અવનીશ શરણે (IAS Officer Awanish Sharan) હિન્દીમાં કેપ્શન સાથે ટ્વિટર પર શેર કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું, ‘બસ દરેકના હાવભાવ સમજવાની જરૂર છે.’

ખેડૂતે બિલાડીને તાજું દૂધ આપ્યું

વીડિયોને 12 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, 5,000 રીટ્વીટ અને 28 હજાર લાઈક્સ મળી છે. વાયરલ થયેલી આ ક્લિપમાં એક બિલાડી ખેડૂતને દૂધ માટે વિનંતી કરતી બતાવવામાં આવી છે. કેમેરા સામે ખેડૂત ગાયનું તાજું દૂધ દોહી રહ્યો છે. બિલાડી બે પગ પર ઊભી રહે છે અને તેના પગને પંજા મારીને દૂધ માંગે છે, જ્યારે ખેડૂત ગાયને દોહવામાં વ્યસ્ત છે ત્યારે બિલાડી એક કે બે વાર નહીં પણ બહુ બધી વાર તેના પંજા મારીને તાજું દૂધ પીવા માંગે છે. ખેડૂત ગાયના આંચળને તેના મોં તરફ રાખે છે, જેમાંથી તે દૂધ પીવે છે.

દૂધ પીને બિલાડી ખુશ થઈ ગઈ

બિલાડીની વારંવાર વિનંતીઓ પછી, ખેડૂત ગાયનું દૂધ બિલાડીના મોં તરફ કરે છે. વીડિયોમાં બિલાડી ખુશીથી દૂધ પીતી જોવા મળે છે. નેટીઝન્સે કહ્યું કે તેમને આ વિડિયો ગમ્યો અને તે ખૂબ જ ક્યૂટ લાગ્યો. એક યુઝરે કોમેન્ટ કરી, ‘માણસ અને પ્રાણી વચ્ચેનો પ્રેમ બિનશરતી છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘વાહ, આ વીડિયોએ મારો દિવસ બનાવી દીધો.’ સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અન્ય ઘણા યુઝર્સે પણ આ વીડિયો પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/0kijhqe
via IFTTT
I.T. engineer

Post a Comment