પુત્ર હોય કે પુત્રી પરંતુ તેમને ઉછેરવા અને મોટા કરવા માટે માતા-પિતા ખૂબ ભોગ આપવો પડતો હોય છે. માતા અને પિતા ખૂબ જ પ્રેમથી બાળકનો ઉછેર કરવા સાથે દિવસ અને રાતને જોયા વિના તેના ભવિષ્યનુ નિર્માણ કરવા માટે પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ દરમિયાન માતા અને પિતાને મુકીને પુત્ર અને પુત્રી જતા રહેવાના પણ અનેક ઉદાહરણ જોવા મળતા હોય છે. તો વળી દિકરીઓની નાદાનીયતનો લાભ ઉઠાવીને યુવાવર્ગ તેને ફોસલાવીને પરણવાની લાલચ આપીને લઈ જતા હોય છે અને બાદમાં એક યા બીજા કારણો સર મુશ્કેલીઓ સર્જાતા દૂર થઈ જવાના પણ દાખલા અનેક સર્જાતા હોય છે. જેનાથી સમાજમાં એક પ્રકારે સમસ્યા ઉભી થતી હોય છે અને આવી સામાજીક સમસ્યા નિવારવા માટે થઈને સાબરકાંઠા (Sabarkantha) જિલ્લાના ઈડર તાલુકાના નવ ગામ લેઉઆ પાટીદાર સમાજના યુવક મંડળે આવેદન પત્ર રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) તરફ મોકલાવ્યુ છે.
યુવતી નાની ઉંમરે જ્યારે તરછોડાઈ જાય કે ઘરેલુ હિંસાનો ભોગ બને ત્યારે ઓછી વયે જ અભ્યાસ રોળાઈ જવા થી કે કરિયર બનાવવાના પ્રયાસો ધૂળ મળી જવાથી ભવિષ્ય ધૂંધળુ બની જતુ હોય છે. આવી સ્થિતીમાં યુવતીઓની જિંદગી બરબાદીના આરે આવી જતી હોય છે, જ્યારે બીજી તરફ યુવતીઓને અંતે સમાજના વડીલો દ્વારા ટેકો આપીને ફરી ઉભા કરવાનો પ્રયાસ કરવામાં પ્રયાસ કરવામાં આવતો હોય છે. આ દરમિયાન માનસીક ટેકો આપવાની જરુરીયાત ઉભી થતી હોય છે. આવા મામલાઓનુ પ્રમાણ અને વઘારે ઓછા પ્રમાણમાં સમસ્યાઓને લઈ હવે નવ ગામ લેઉઆ પાટીદાર યુવક મંડળે પ્રયાસ શરુ કર્યો છે કે યુવતીઓના ભવિષ્યને સલામત બનાવવામાં આવે. આ માટે હવે યુવતીઓને લગ્ન કરવા માટે તેમના વાલીની સહમતી ફરજીયાત કરવા માટે માંગ કરી છે.
લગ્ન નોંધણીના કાયદો બદલવા માંગ
રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને તરફ મોકલવા સારુ ઈડરના નાયબ કલેકટરને સ્થાનિક નવ ગામના આગેવાનો, મહિલાઓ અને યુવાનાઓએ એકઠા થઈને આવેદન પત્ર આપ્યુ હતુ. જેમાં તેઓએ સરકાર પાસે દિકરીઓના ભવિષ્યની સુરક્ષા માટે કડક કાયદો લાવવાની માંગ કરી હતી. જે મુજબ દીકરીઓના પ્રેમ લગ્ન દ્વારા થતી લગ્નની નોંધણીમાં માતા-પિતાની સહમતિ ધરાવતી સહી ફરજીયાત હોવી જોઈએ એવી માંગણી કરી છે. તે વિના લગ્નને માન્યતા નહી આપવા રજૂઆત કરી છે.
આ માટે આવેદન પત્ર મારફતે જણાવ્યુ હતુ કે, કોર્ટ મેરેજ કે પ્રેમ લગ્નના કિસ્સામાં ગ્રામ પંચાયત, નગર પંચાયત, નગર પાલિકા, મ્યુનિસીપલ કોર્પોરેશનમાં નોંધણી માટે માતા પિતાની હાજરી રાખવા માંગ કરી છે. સાથે જ જે તે વિસ્તારના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની સાક્ષી રાખવી જોઈએ. આ માટે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા જોઈએ તેવી માંગ કરી છે. જેથી 18 વર્ષની વયે નાદાનીયતનો ફાયદો છળકપટ વડે અન્ય કોઈ યુવકો યુવતીઓને ખોટા સપના અને વચનો વડે લઈ જઈ જિંદગી ખરાબ ના કરી દે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/4CcJNBL
via IFTTT