Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Mahisagar : રામમંદિરમાં દાન આપવાના નામે ફેક વેબસાઇટ બનાવનાર વધુ એક આરોપીની પોલીસે ધરપકડ કરી

Mahisagar Police Arrest Absconding Accused

રામ મંદિર(Ram Mandir)  નિર્માણમાં દાન લેવાના નામે ઓનલાઇન વેબસાઈટ બનાવી છેતરપિંડી કરવાનો કિસ્સો મહીસાગર(Mahisagar)  જિલ્લામાં સામે આવ્યો છે.જેમાં રામમંદિર નિર્માણ કાર્યમાં દાન(Donation)  સ્વીકારવાના નામે ખોટી વેબસાઈટ બનાવી લોકો પાસેથી રામના નામે પૈસા પડાવતી ટોળકી અને વેબસાઈટ બનાવનાર વધુ એક  આરોપીને મહીસાગર પોલીસે ઝડપી પાડયો છે. જેમાં ઘટનાની વિગત મુજબ વર્ષ 2021માં મહીસાગર જિલ્લામાં રામ મંદિર નિર્માણમાં દાન આપવાના નામે ઓનલાઇન વેબસાઈટ બનાવી છેતરપિંડી થયા બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સમગ્ર મામલે ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને જેમાં પોલીસને ગણતરીના દિવસોમાં જ સફળતા મળી હતી જેમાં તારીખ 2/8/2021નાં રોજ બિહાર પટનાથી મહીસાગર પોલીસે જુદી જુદી ટીમો બનાવી ઓનલાઇન છેતરપિંડી કરનાર ત્રિપુટીને ઝડપી પાડી હતી.

મહીસાગર પોલીસે વધુ એક આરોપીને ઝડપ્યો 

જેમાં ત્રણ આરોપી 1) જ્યોતિશકુમાર જગેવ પ્રસાદ કુશવાહા 2) રોહિત કુમાર બિપિનસિંહ 3) વિકાસકુમાર રાજકુમાર પ્રસાદને બિહાર પટનાના જુદા જુદા સ્થાનેથી ઝડપી પાડવામાં આવ્યા હતા ત્યારે આજ ગુનામાં નાસ્તા ફરતા આરોપી 1) રાજીવકુમાર રમેશ ઠાકુરને હરિયાણા ખાતેથી ઝડપી પાડવામાં મહીસાગર પોલીસને સફળતા મળી છે . આ તમામ આરોપીઓ ફેક વેબસાઈટ બનાવી રામના નામે લોકોને છેતરી પૈસા પડાવતા હતા .મહીસાગર પોલીસે જુદી જુદી ટીમો બનાવી આ તમામ આરોપીઓને ઝડપી પાડયા છે.

મહીસાગરમાં રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ઘટના સામે આવી

મહીસાગરમાં રક્ષક જ ભક્ષક બન્યા હોવાની ઘટના સામે આવી હતી. બાલાસિનોર પોલીસ સ્ટેશનના પૂર્વ પીઆઈ તેમજ અન્ય પોલીસકર્મી સામે લૂંટનો ગુનો દાખલ થયો છે. પૂર્વ પીઆઈ જે કે પટેલ અને તેમના સહકર્મીએ 2014માં પત્રકાર દિપક પંચાલની ગાડીમાંથી 20,000 કાઢી લીધા હતા. દિપક પંચાલે તે સમયે એસપી સહિતના અધિકારીઓને ફરિયાદ કરી હતી. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી. આખરે બાલાસિનોર કોર્ટમાં આ અંગે ફરિયાદ દાખલ થતા બંને પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પૂર્વ પીઆઈ જે કે, પટેલ હાલ રાજપીપળા ખાતે ફરજ બજાવે છે.

મહિલા તલાટીનો લાંચ માંગતો વિડીયો વાયરલ થયા બાદ બદલી કરાઇ

મહીસાગર જિલ્લાની ચારણગામ ગ્રામ પંચાયતના મહિલા તલાટી સામે કાર્યવાહી કરવામાં આવી છે. મહિલા તલાટી સવિતા માછી દ્વારા લાંચ માંગવાનો વીડિયો વાયરલ થતાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફરજ મુક્ત કરી અન્ય તાલુકામાં બદલી કરી દેવામાં આવી છે. ચારણ ગામ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી સવિતા માછીએ અરજદાર પાસે બોર મોટરનું બિલ કઢાવવા માટે રૂપિયા 10 હજારની લાંચ માગતો વીડિયો વાયરલ થયો હતો.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/iR4F32O
via IFTTT
I.T. engineer

Post a Comment