IPL 2022 ની એલિમિનેટર મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ હતી. લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Lucknow Super Giants vs Royal Challengers Bangalore) બંને વચ્ચે આ ટક્કર થઈ હતી. બેંગ્લોરે 14 રન થી વિજય મેળવ્યો હતો. ટોસ હારીને બેટીંગ કરતા બેંગ્લોરના વિરાટ કોહલી અને રજત પાટીદારે (Rajat Patidar) શાનદાર રમત વડે બેંગ્લોરને સારી શરુઆત અપાવી હતી. પાટીદારે 50 બોલમાં સદી ફટકારી હતી. 20 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવીને 207 રન નોંધાવ્યા હતા. જવાબમાં લખનૌ કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ની રમત વડે લક્ષ્યની નજીક પહોંચ્યુ હતુ. પરંતુ લખનૌ જીતથી 14 રન દુર રહી ગયુ હતુ. એટલે કે 193 રન પર જ લખનૌની ટીમ 6 ગુમાવીને એટકી ગઈ હતી.
કેએલ રાહુલે શાનદાર ઈનીંગ રમી હતી. તેણે 58 બોલમાં 79 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન રાહુલે 5 છગ્ગા અને 3 ચોગ્ગા જમાવ્યા હતા. લખનૌની ઓપનીંગ જોડી પણ બેંગ્લોરની માફક ઝડપથી ગુમાવી દીધી હતી. ક્વિન્ટન ડીકોક પ્રથમ ઓવરના અંતિમ બોલ પર જ મોહમ્મદ સિરાજનો શિકાર થયો હતો. તે ગોલ્ડન ડક આઉટ થઈને પરત ફર્યો હતો. ત્યારબાદ મનન વોહરા આવ્યો હતો. તેણે 11 બોલમાં 19 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન 2 છગ્ગા જમાવી દીધા હતા.
દિપક હુડ્ડાએ કેએલ રાહુલ સાથે મળીને સારી ભાગીદારી કરી હતી. પરંતુ તે પણ હસારંગાના બોલને ઓળખવામાં થાપ ખાઈ જતા ક્લિન બોલ્ડ થયો હતો. તેણે 26 બોલમાં 45 રન નોંધાવ્યા હતા. માર્કસ સ્ટોઈનીશ 9 બોલમાં 9 રન નોંધાવ્યા હતા. કૃણાલ પંડ્યા શૂન્ય રનમાં જ આઉટ થયો હતો. તે ગોલ્ડન ડક જ પરત ફર્યો હતો.
આવી હતી બેંગ્લોરની ઈનીંગ
વરસાદના કારણે મેચ લગભગ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી. બેંગલોર બેટિંગ કરવા ઉતરતા જ તેણે પહેલી જ ઓવરમાં કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (0) ની વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી કોહલી અને પાટીદારે દાવ સંભાળ્યો હતો. પાટીદાર વધુ આક્રમક હતો અને તેણે કૃણાલ પંડ્યાની સતત છઠ્ઠી ઓવરમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. પાટીદારે વિરાટ કોહલી (25) સાથે બીજી વિકેટ માટે 66 રન જોડ્યા હતા. કોહલી બાદ ગ્લેન મેક્સવેલ અને મહિપાલ લોમરોર ઝડપથી આઉટ થયા હતા.
આ પછી ક્રિઝ પર આવેલા દિનેશ કાર્તિકે બે રન આપી જીવનનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો અને બાઉન્ડ્રીનો વરસાદ કર્યો. બીજી તરફ પાટીદારે પણ અદ્દભૂત બેટિંગ ચાલુ રાખી હતી. તેણે 16મી ઓવરમાં બિશ્નોઈને ટાર્ગેટ કર્યો અને ઓવરમાં 3 સિક્સ અને 2 ફોર ફટકારી. પાટીદારે 17મી ઓવરમાં મોહસીન પર સિક્સર ફટકારીને માત્ર 49 બોલમાં પોતાની કારકિર્દીની પ્રથમ સદી પૂરી કરી હતી. બંનેએ માત્ર 41 બોલમાં 92 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને 207 રન સુધી પહોંચાડી દીધી હતી. કાર્તિક 23 બોલમાં 37 રન (5 ચોગ્ગા, 1 છગ્ગા) બનાવીને અણનમ રહ્યો હતો.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/jNh5lz7
via IFTTT