IPL 2022 ની 53 મી મેચ પુણેમાં લખનૌ પર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Lucknow Super Giants vs Kolkata Knight Riders) વચ્ચે રમાઈ હતી. જેમાં કેએલ રાહુલ (KL Rahul) ની ટીમ લખનૌએ કોલકાતાને મોટા અંતરથી હરાવી દીધુ છે. કોલકાતાની ઈનીંગ માત્ર 101 રન પર જ સમેટી લઈને લખનૌએ 75 રનથી જીત મેળવી છે. શ્રેયસ અય્યરની (Shreyas Iyer) કોલકાતાએ લખનૌએ આપેલા 177 રનના લક્ષ્યનો પિછો કરવા માટે પ્રયાસ શરુ કર્યો હતો પરંતુ 101 રન પર જ 14.3 ઓવરમાં તેની ઈનીંગ સમેટાઈ ગઈ હતી. કોલકાતાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કરી રન ચેઝ કરવાની યોજના બનાવી હતી, જે યોજના અવેશ અને હોલ્ડરની બોલીંગ સામે ધોવાઈ ગઈ હતી.
કોલકાતાએ વિકેટ ગુમાવવાની શરુઆત પ્રથમ ઓવરથી જ કરી હતી. બાબા ઈન્દ્રજીત (0 રન 6 બોલ)ના રુપમાં શૂન્ય રને જ પ્રથમ વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ 11 રનના સ્કોર પર બીજી વિકેટ કેપ્ટન શ્રેયસ અય્યર (6 રન 9 બોલ) ની ગુમાવી દીધી હતી. તો વળી 23 રનના સ્કોર પર એરોન ફિંચ (14 રન 14 બોલ) અને 25ના સ્કોર પર નિતીશ રાણાની વિકેટ ગુમાવતા જ કોલકાતા પર મુશ્કેલીના વાદળો ઘેરાઈ ચુક્યા હતા.
જોકે બાદમાં આંદ્રે રસેલે સ્થિતી સંભાળવા પ્રયાસ કર્યો હતો. જોકે રિન્કુ સિંહ પણ ઝડપથી ચાલતી પકડી હતી. તે બાદ જાણે કે વિકેટ ગુમાવવાના સિલસિલાએ અટકવાનુ નામ જ નહોતુ લીધુ. આંદ્રે રસેલે 19 બોલમાં 45 રનની આક્રમક ઈનીંગ રમી હતી. તેમે 5 છગ્ગા જમાવી દીધા હતા. સુનિલ નરેને પણ 12 બોલમાં 22 રન ફટકાર્યા હતા. જોકે આ બંને કેરેબિયન ખેલાડીઓને બાદ કરતા એક પણ ખેલાડીએ ક્રિઝ પર પગ જમાવીને બેટીંગ કરી નહોતી અને બે આંકડે પણ તેમનો સ્કોર થાય એ પહેલા જ તેઓ વિકેટ ગુમાવી દેતા હતા.
WHAT A WIN this for the @LucknowIPL. They win by 75 runs and now sit atop the #TATAIPL Points Table.
Scorecard – https://t.co/54QZZOwt2m #LSGvKKR #TATAIPL pic.twitter.com/NYbP1S2xIt
— IndianPremierLeague (@IPL) May 7, 2022
અવેશ-હોલ્ડરની 3-3 વિકેટ
જેસન હોલ્ડરે બેટીંગમાં પણ ધમાલ મચાવી હતી અને બોલીંગ થી પણ. તેણે માત્ર 2.3 ઓવર જ બોલીંગ કરી હતી અને 3 વિકેટ મેળવી હતી. તેણે કોલકાતાની ઈનીંગને જલદી સમેટવાનુ કામ કર્યુ હતુ. આવેશ ખાને 3 ઓવરમાં 1 મેડન ઓવર કરી હતી અને 19 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ચામિરા, મોહસીન ખાન અને રવિ બિશ્નોઈ એ એક એક વિકેટ ઝડપી હતી.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/1CF782y
via IFTTT