ઇન્ડિયન્સ પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સિઝનમાં શરૂઆતથી શાનદાર પ્રદર્શન કરનાર નવી ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) પ્લેઓફમાં પહોંચનાર પહેલી ટીમ બની છે. મહત્નું છે કે ગુજરાતની ટીમ આ સિઝનમાં નવી ટીમ છે તો બીજી તરફ પોતાની ક્રિકેટ કારકિર્દીમાં પણ પહેલીવાર સુકાની પદ સંભાળનાર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની આ શાનદાર સફર રહી છે. ગુજરાત ટાઇટન્સની ટીમે અત્યાર સુધી 12 મેચ રમી છે. જેમાં 9માં જીત અને 3 મેચમાં જ હારનો સામનો કર્યો છે. આમ ગુજરાતની ટીમ 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઇ છે.
ગુજરાત ટીમે મહત્વની મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સ ટીમને 62 રનના મોટા માર્જીનથી હરાવી દીધી હતી. ગુજરાત ટીમે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 144 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં લખનૌ ટીમ 13.5 ઓવરમાં માત્ર 82 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ હતી. ગુજરાત તરફથી ઉપ સુકાની રાશિદ ખાને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.
લખનૌની મજબૂત બોલિંગ, ગિલની શાનદાર અડધી સદી
આ મેચ બંને ટીમોની મજબૂત બોલિંગ વચ્ચેની હતી અને તેમાં પણ બંને તરફથી જબરદસ્ત પ્રદર્શન જોવા મળ્યું હતું. લખનૌએ તેના મજબૂત પેસ આક્રમણના આધારે ગુજરાતને ઝડપી શરૂઆત કરવાની તક આપી ન હતી. 10મી ઓવર સુધી ટીમે માત્ર 51 રનમાં સુકાની હાર્દિક પંડ્યા સહિત 3 વિકેટ ગુમાવી દીધી હતી. બેટિંગ માટે મુશ્કેલ સાબિત થતી પીચ પર શુભમન ગિલે (Shubhman Gill) એક છેડો પકડી રાખ્યો અને 42 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. અંતે રાહુલ તેવટિયા (અણનમ 22) એ ઝડપથી કેટલીક બાઉન્ડ્રી ફટકારી અને ટીમને 4 વિકેટના નુકસાને 144 રન સુધી પહોંચાડી દીધી. લખનૌ માટે અવેશ ખાન (2/26) સૌથી સફળ રહ્યો હતો.
That’s that from Match 57.@gujarat_titans win by 62 runs and become the first team to qualify for #TATAIPL 2022 Playoffs.
Scorecard – https://t.co/45Tbqyj6pV #LSGvGT #TATAIPL pic.twitter.com/PgsuxfLKye
— IndianPremierLeague (@IPL) May 10, 2022
રાશિદ ખાન સામે ઝુકી ગઇ લખનૌની ટીમ
લખનૌની શરૂઆત ગુજરાત કરતા ખરાબ રહી હતી અને પાવરપ્લેમાં જ સુકાની કેએલ રાહુલ સહિત 3 વિકેટ પડી હતી. જ્યારે સ્કોર માત્ર 33 રન હતો. ટીમમાં પરત ફરતા ડાબા હાથના ઝડપી બોલર યશ દયાલે (2/24) ક્વિન્ટન ડી કોક અને નવોદિત કરણ શર્માને આઉટ કર્યો. જ્યારે મોહમ્મદ શમી (1/5) એ સિઝનમાં બીજી વખત રાહુલને ઝડપી લીધો. રાશિદ ખાને 8મી ઓવરમાં કૃણાલ પંડ્યાની વિકેટ લેતા જ અહીંથી શરદની શરૂઆત થઈ અને રાશિદ ખાને પ્રભુત્વ જમાવ્યું.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/07xQL9O
via IFTTT