ફરી એકવાર પાકિસ્તાનનું (Pakistan) નાપાક કૃત્ય સામે આવ્યું છે, જેનો ઈન્ટેલિજન્સ બ્યુરોએ ખુલાસો કર્યો છે. IBએ કહ્યું છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI (Pak Inter-Services Intelligence)એ એક નવું આતંકવાદી જૂથ બનાવ્યું છે. આ જૂથનું નામ ‘લશ્કર-એ-ખાલસા’ (Lashker-E-Khalsa) છે. પાકિસ્તાનનું આ આતંકી સંગઠન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. IBએ આ સંદર્ભે અન્ય ગુપ્તચર એજન્સીઓ અને રાજ્ય પોલીસને પણ ચેતવણી આપી છે. IBના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનું આ આતંકવાદી જૂથ સોશિયલ મીડિયા દ્વારા ભારતીય યુવાનોને આતંકવાદી સંગઠનમાં જોડાવા માટે લાલચ આપી રહ્યું છે.
IBએ કહ્યું કે લશ્કર-એ-ખાલસા સંગઠન ભારતમાં અશાંતિ ફેલાવવા માંગે છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ‘લશ્કર-એ-ખાલસા’ આતંકવાદી જૂથ ‘અમર ખાલિસ્તાની’ નામનો ઉપયોગ કરીને દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓની યોજના બનાવી રહ્યું છે. આ માટે તે ફેસબુક આઈડી દ્વારા લોકોને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.
લશ્કર-એ-ખાલસા અફઘાન નાગરિકોની ભરતી કરી શકે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનનું આ આતંકવાદી સંગઠન ‘લશ્કર-એ-ખાલસા’ ભારતમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ માટે અફઘાન નાગરિકોની ભરતી કરી શકે છે. IB રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની ગુપ્તચર અધિકારી અમર ખાલિસ્તાની આઝાદ ખાલિસ્તાન નામથી કેટલાક ફેસબુક પેજનું સંચાલન પણ કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનના આતંકવાદીઓ નવા લોકોને ટ્રેનિંગ આપી રહ્યા છે
જણાવવામાં આવી રહ્યું છે કે આ નવા સંગઠનમાં મોટી સંખ્યામાં અફઘાન આતંકવાદીઓને સામેલ કરવામાં આવ્યા છે અને તેઓ આતંકી સંગઠનમાં સામેલ નવા લોકોને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપી રહ્યા છે. જણાવી દઈએ કે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ઈન્ટર-સર્વિસિસ ઈન્ટેલિજન્સ (ISI)એ કાશ્મીરમાં ખાલિસ્તાન તરફી અને ભારત વિરોધી સમર્થકોને એક સામાન્ય મંચ પર લાવવા માટે તેના કાશ્મીર-ખાલિસ્તાન ડેસ્કને ફરીથી સક્રિય કર્યું છે. આ ડેસ્કનો હેતુ પંજાબ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાનો છે.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/wWk5Xl3
via IFTTT