Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Heat stroke વધતા તાપમાન વચ્ચે બાળકોને છે Hyperthermiaની અસર, તો જાણો આ ઉપાય

Heat stroke is the effect of Hyperthermia in children between rising temperatures, so know this remedy

દેશના ઘણા ભાગમાં ભીષણ ગરમી (Heat) પડી રહી છે, ત્યારે લૂના પ્રકોપનો ભોગ બાળકો વધારે પ્રમાણમાં બની રહ્યા છે. ત્યારે બાળકોના સ્વાસ્થ્યને (Children Health) જાળવવા પૂરતુ ધ્યાન આપવું જરૂરી છે તેમજ તેની ખાણી પીણી અંગે પણ ધ્યાન આપવું જરૂરી છે. વધતા તાપમાન વચ્ચે હીટ સ્ટ્રોકની સમસ્યા પણ થઈ રહી છે. ઉનાળામાં  જો તમારું બાળક માથાના દુખાવા, ચક્કર, ઉલ્ટી, બેચેની કે ત્વચા લાલ થવા જેવી પરેશાની થતી હોય તો તુરંત હોસ્પિટલ જવું જોઈએ. તમારે આ લક્ષણ પરથી ચકાસવું જોઇએ કે તમારા બાળકને હાઇપર થર્મિયા (hyperthermia) છે કે નહીં.

આ રીતે કરો હિટ સ્ટ્રોકથી બાળકનું રક્ષણ

હાલમાં વધતા તાપમાનમાં બાળકનું હિટ સ્ટ્રોકથી રક્ષણ કરવા માટે બાળકોને ગરમીના સમયે ઘરમાં જ રાખો.

જ્યાં સુધી ગરમ હવા આવતી હોય ત્યાં સુધી તેને બહાર રમવા કે કસરત કરવા માટે ન મોકલો.

બાળકોને પાણીથી ભપૂર ફળોનું સેવન કરવા માટે આપો.

બાળકોને લઇને બહાર જાવ ત્યારે પાણીની બોટલ સાથે જ રાખો.

ગરમીની સિઝન દરમિયાન બાળકોને સૂતરાઉ વસ્ત્રો જ પહેરાવો.

શું છે હાઈપરથર્મિયા

નિષ્ણાત ડોક્ટરનું કહેવું છે કે આ સિઝનમાં બાળકોને હાઈપર થર્મિયા પણ થઈ શકે છે. હાઈપર થર્મિયામાં બાળકોના શરીરનું તાપમાન અચાનક વધવા લાગે છે. જો કોઈમાં હાઈપર થર્મિયાના લક્ષણ દેખાય છે તો તેને આઈસપેક અને ઠંડા પાણીના માધ્યમથી પ્રાથમિક ઉપચાર કરો. જો ચોક્કસ સમયે હાઈપર થર્મિયાની સારવાર કરવામાં ન આવે તો ઘણી પરેશાનીઓ ઉભી થઈ શકે છે.

હાઈપર થર્મિયા બાળકોને ઝડપથી અસર કેમ કરે છે તે અંગે  ડોક્ટરોએ જણાવ્યું હતું કે બાળકો રમત રમતમાં પાણી પીવાનું ભૂલી જાય છે તેમજ અતિશય નાનું બાળક હોય તો તે તેના ખાવા -પીવાના શિડ્યૂલ પણ જળવાતા નથી. માટે આવા બાળકો ઝડપથી હાઈપર થર્મિયાના  ભોગ બનતા હોય છે. તમને જો એવું લાગે કે ગરમીના સમયમાં અચાનક જ તમારા બાળકનું શરીર ગરમ થઈ જાય છે તો આ બાબતને  સામાન્ય ન ગણતા બાળકના શરીરના તાપમાનને વારંવાર નોંધવાનું રાકો. જો  સતત તાપમાન વધારે રહેતું હોય તો પછી તમારે  ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ સિઝનમાં બાળકને શરીરમાં અંદરથી ઠંડક રહે  તેવી વસ્તુઓ ખવડાવવી , જેમ કે વરિયાળી, કાળી દ્વાક્ષ, કેરીનું શરબત વગેરે આપવું  જોઈએ.

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/LP8aHZD
via IFTTT
I.T. engineer

إرسال تعليق