Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

CSK vs MI, IPL 2022: ડેનિયલ સેમ્સ કાળ બની CSK પર ત્રાટક્યો, 97 રનમાં જ ચેન્નાઈ સમેટાયુ, ધોની સેનાનુ કંગાળ બેટીંગ પ્રદર્શન

IPL 2022 ની 59મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ (Chennai Super Kings vs Mumbai Indians) વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ચેન્નાઈને બેટીંગ માટે નિમંત્રણ આપ્યુ હતુ. ચેન્નાઈએ કંગાળ રમતનુ પ્રદર્શન કર્યુ હતુ અને પ્રથમ ઓવરમાં જ બે વિકેટ ગુમાવી દીધી હતી તેનો આ સિલસિલો અટક્યો નહોતો અને પાવર પ્લેમાં જ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ડેનિયલ સેમ્સ (Daniel Sams) ચેન્નાઈ માટે કાળ બન્યો હતો અને તેણે જ શરુઆતમાં 3 વિકેટ ઝડપી હતી. મેરેડિથે પણ તેને સાથ પુરાવતા 2 વિકેટ ઝડપી હતી. આમ પાવર પ્લેમાં જ ચેન્નાઈએ 6 વિકેટ ગુમાવી દીધી હતી. ધોની (MS Dhoni) ની સેના 16 ઓવરમાં જ 97 રન બનાવીને સમેટાઈ ગઈ હતી.

ખુબ જ ખરાબ રમતનુ પ્રદર્શન ચેન્નાઈએ આજે કર્યુ હતુ. ચાહકો માટે આજે ખુબજ નિરાશાજનક દિવસ રહ્યો હતો. કારણ કે ચેન્નાઈની શરુઆત કંગાળ રહી હતી. અને 39 ના આંકડા સુધીમાં તો 6 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનીંગ જોડી માત્ર 2 બોલ જ રહીને તૂટી ગઈ હતી. એટલે કે ઈનીંગની પ્રથમ ઓવરના બીજા બોલ પર જ ઓપનર ડેવેન કોનવે ગોલ્ડન ડક વિકેટ ગુમાવી બેઠો હતો. તેના આઉટ થવા બાદ મોઈન અલી પણ શૂન્ય રન પર જ પરત ફર્યો હતો અને તે પણ સેમ્સનો શિકાર થયો હતો. આમ 2 રનના સ્કોર પર જ બીજી વિકેટ ગુમાવી દીધી હતી.

કેપ્ટન ધોનીએ અણનમ લડાયક ઈનીંગ રમી હતી. તેણે 33 બોલમાં 36 રનની ઈનીંગ રમી હતી. તેણે આ દરમિયાન 2 છગ્ગા અને 4 ચોગ્ગા પણ જમાવ્યા હતા. રોબિન ઉથપ્પા ત્રીજી વિકેટના રુપમાં માત્ર 1 રન નોંધાવી આઉટ થયો હતો. અંબાતી રાયડુ 10 રન કર્યા હતા. શિવમ દુબે એ પણ 10 અને ડ્વેન બ્રાવોએ 12 રન નોંધાવ્યા હતા. સિમરજીત સિંહ 2 રન, મહિષ તિક્ષણા શૂન્ય અને મુકેશ ચૌધરી 4 રન કરીને આઉટ થયા હતા.

ડેનિયલ સેમ્સ કાળ બન્યો

ચેન્નાઈની ઈનીંગની શરુઆતે જ કમર ભાંગી નાંખવાનુ કામ ડેનિયલ સેમ્સે કર્યુ હતુ. પ્રથમ ઓવરમાં જ 2 વિકેટ ઝડપીને ચેન્નાઈને મુશ્કેલ સ્થિતીમાં મુકી દીધુ હતુ. સેમ્સે 4 ઓવરમાં 16 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જસપ્રીત બુમરાહે 3 ઓવર કરીને 12 રન આપ્યા હતા. તેણે એક ઓવર મેઈડન કરી હતી અને એક વિકેટ મેળવી હતી. રિલે મેરિડેથે 3 ઓવરમાં 27 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. કુમાર કાર્તિકેયે 3 ઓવરમાં 223 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રમનદીપ સિંહે 1 વિકેટ ઝડપી હતી.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/OulW6ac
via IFTTT
I.T. engineer

Post a Comment