Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Botad: ગઢડા પોલીસની કાર્યવાહી, મોટા સખપર ગામેથી ઓનલાઈન જુગાર ઝડપાયો, કુલ 54,230નો મુદ્દામાલ ઝપ્ત

Botad News

બોટાદ (Botad News) જીલ્લાના સખપર ગામે પોલીસે મોબાઈલ પર ઓનલાઈન જુગાર રમતા 4 શખ્સો ની ધરપકડ કરી છે. આ 4 શખ્સો જુદા – જુદા 24 મોબાઈલ પર ઓનલાઈન જુગાર રમી રહ્યા હતા. આરોપીઓની ધરપકડ સાથે પોલીસે 24 મોબાઈલ પણ જપ્ત કર્યા છે. કુલ 54,230 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે (Gujarat Police) જપ્ત કર્યો છે. ગુજરાતમાં મોબાઇલ -લેપટોપ અને ટેબલેટ જેવા ઉપકરણોથી રાજ્યનું યુવાધન વિવિધ ગેમ અને ઓનલાઈન જુગાર જેવી રમતોમાં ધકેલાયું છે. ત્યારે આ દુષણને અંકુશમાં લેવા માટે તંત્ર દ્વારા કડક પગલા લેવામાં તેવું લોકો ઈચ્છી રહ્યા છે.

શું છે સમગ્ર મામલો

પોલીસ અધિકારી અશોક કુમાર યાદવ  અને ભાવનગર રેન્જ  બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક  ડો. કરનરાજ વાઘેલા  દ્વારા પ્રોહિબિશન તથા જુગારના સફળ કેસો શોધી કાઢી ગેરકાયદેસર પ્રવુતિઓ સંપુર્ણપણે નાબુદ કરવા આપેલ સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક  એસ. કે. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ગઢડા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. જે અંતર્ગત ગઢડા પોલીસ સ્ટેશનના મોટા સખપર ગામથી ચાર જુગારીઓને મોબાઈલ ફોન વડે રમી નામનો ઓનલાઈન જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. આ સાથે કુલ  54,230 રૂપિયાનો મુદામાલ પણ કબ્જે કર્યો હતો. હાલ આ ચારેય આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ધરપકડ કરાયેલા આરોપીએના નામ અનુક્રમે અશોકભાઈ ભુપતભાઈ મેર ઉંમર વર્ષ 32, રમણીકભાઇ ઓધાભાઇ મકવાણા ઉંમર વર્ષ 24 અજીતભાઈ રવજીભાઈ સોલંકી ઉમર વર્ષ 39,  ધવલભાઈ ઘનશ્યામભાઈ મેર ઉંમર વર્ષ 19 છે. આ આરોપીઓ ગઢડાના રહેવાસી છે.

રાજકોટમાં પણ ઝડપાયા હતા ઓનલાઈન જુગાર રમતા શખ્સો

ઉલ્લેખનીય છે કે 5 મેના રોજ રાજકોટની ક્રાઈમ બ્રાન્ચ અને ભક્તિનગર પોલીસે પણ કાર્યવાહી કરીને ઓનલાઈન જુગાર રમતા આરોપીઓને પકડી પાડ્યા હતા. આમાં ખાસ વાત એ છે કે આ મામલે જુગાર રમનાર અને બુકી એટલે કે રમાડનાર આરોપીના નામ ખુલવા પામ્યા છે. ફરિયાદમાં માહીતી મળી હતી કે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ગત માસમાં મોટેભાગે ઓનલાઈન આઈડી પર જુગાર રમનાર શખ્સ ઓનલાઈન આઈડી મેળવતો હતો, પરંતુ ઝડપાયેલા આરોપી રાજદિપ કાછડીયાની તપાસ કરી બુકી તરીકે રઘો ઉર્ફે મેકડોવેલ અને ફારૂક નામના શખ્સોના નામ સામે આવ્યા હતા.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/6pwTU3G
via IFTTT
I.T. engineer

Post a Comment