Ahmedabad: રાજ્યમાં આગામી દિવસોમાં વર્ષાઋતુ પ્રારંભ થવાની (beginning of the rainy season) શક્યતા છે ત્યારે પૂર, વાવાઝોડુ કે અતિવૃષ્ટી જેવી સંભંવિત કુદરતીની સંભાવનાઓ રહેતી હોય છે. કૂદરતી આપત્તિ આવે તો તેના મક્કમ પડકાર માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ રહેતુ હોય છે. જે માટે પૂર્વ આયોજનના ભાગરૂપે સંભવિત આપત્તિ, ભૂતકાળમાં આવેલી આપત્તિના સમયે થયેલી કામગીરી તેમાં આવતા પડકારો અને હવે પછી તેવી આપત્તિ આવે તો શું પગલા લઈ શકાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર આગોતરી તૈયારી કરતું હોય છે. તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરે જિલ્લા વહીવટીતંત્રના કર્મીઓને ‘ઝીરો કેઝ્યૂઅલ્ટી’ અભિગમથી કામ કરવાનો અનુરોધ કરતા જણાવ્યું હતું કે, ‘વરસાદ કે અતિ વરસાદ સામાન્ય રીતે સંબંધિત જિલ્લાને અસર કરતો હોય છે પરંતુ થોડાક વર્ષો પહેલા માઉન્ટ આબુમાં થયેલા ભારે વરસાદે બનાસકાંઠા જિલ્લાને ભારે નૂક્સાન પહોંચાડ્યું હતું. એ જ રીતે અમદાવાદને અડીને આવેલા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થાય તો તેની અસર પણ અમદાવાદ જિલ્લાને થાય તે સ્વાભાવિક છે. અમદાવાદ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાઓના વરસાદ પર પણ નજર રાખવા પણ જિલ્લા કલેક્ટરે તાકીદ કરી હતી.
જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં કોઈ પણ સંભવિત આપત્તિના પડકાર સામે જિલ્લા વહીવટી તંત્રએ સજ્જતા કેળવી છે. જિલ્લામાં 228 લાઈફ સેવીંગ જેકેટ, 168 જેટલી લાઇફ બોયા, 100 ફીટ લંબાઈના 44 દોરડા અને 200 ફીટ લંબાઈના 22 દોરડા ઉપરાંત 11 જનરેટર ઉપલબ્ધ છે. આ ઉપરાંત તમામ નગરપાલિકામાં જરૂરિયાત પ્રમાણે ડી-વોટરીંગ પમ્પની વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે ફાયર ફાઈટરના સાધનો, વોટર બ્રાઉઝર્સ, રેસ્ક્યુવાહનો, હાઈડ્રોલિક પ્લેટફોર્મ, ક્રેઈન, ફાયર ટ્રક, એર બોટ ટ્રોલી જેવી સંખ્યાબંધ સાધન સુવિધાઓ ઉલબબ્ધ કરવામાં આવી હોવાનું જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું.
આ ઉપરાંત ડીસ્ટ્રીક્ટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપની રચના કરાઈ છે. જેમાં પ્લાનીંગ એન્ડ કૉ-ઓર્ડીનેશન, એડમેનિસ્ટ્રેશન એન્ડ પ્રોટોકોલ, ડેમેજ સર્વે-એસેસમેન્ટ, વૉર્નિંગ, કોમ્યુનિકેશન, મીડિયા, લોજિસ્ટીક, સર્ચ એન્ડ રેક્યુ, ઉપરાંત શેલ્ટર, વોટર સપ્લાય, ફૂડ એન્ડ રિલીફ સપ્લાય, પબ્લિક હેલ્થ, એનિમલ હેલ્થ એન્ડ વેલફેર એમ વિવિધ બાબતોને આવરી લઈ ટાસ્ક ફોર્સની રચના કરાઈ છે. સાથે જ જિલ્લાના અગાઉ પૂરથી અસરગ્રસ્ત અને સંભવિત જોખમવાળા તથા નીચાણવાળા ક્ષેત્રોની ઓળખ કરી તે વિસ્તારોમાં અગાઉથી IEC (Information Education Communication) પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેના દિશાનિર્દેશ આપ્યા છે એટલું જ નહી પરંતુ તેમણે નેશનલ હાઈ-વે ઓથોરિટી અને રેલવે જેવા વિભાગોને પાણીના વહેણમાં અવરોધરૂપ સ્ટ્રક્ચર દૂર કરવા અંગેની વ્યવસ્થા કરવા ઉપરાંત જોખમવાળા ક્ષેત્રોમાં સાઈનેજ બોર્ડ મૂકવા માટેની કામગીરી કરવા જણાવ્યું હતું.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/7ZpN1rB
via IFTTT