Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Bhavnagar: મહારાજા કૃષ્ણકુમાર સિંહજીને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવા ઉગ્ર લોક માંગ

Bhavnagar Strong public demand for posthumous Bharat Ratna award to Maharaja Krishnakumar Singhji

Bhavnagar: ભારત દેશને અખંડ બનાવવામાં સૌથી મોટો સિંહફાળો ભાવનગરનો છે. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ (maharaja krishnakumarsinhji) પોતાનું 1800 પાદરનું રજવાડું સૌથી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલને (Sardar Vallabhbhai Patel) આપી દીધું હતું. માં ભારતીની અખંડતા માટે, એ સમયે તમામ રજવાડાઓમાં ભાવનગર ત્રીજા નંબરનું સુખી અને શાંત રાજ્ય હતું. ભાવનગરના મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજી પ્રજા વત્સલ મહારાજા હતા, પ્રજાના વિકાસ માટે પ્રજાની સુખ શાંતિ માટે અનેક પ્રયત્નો કર્યા ત્યારે આજે મહારાજા સાહેબની 111મી જન્મ જયંતિએ એ પ્રજા વત્સલ રાજા માટે ચારે બાજુથી પ્રબળ માંગ ઉઠી છે કે મહારાજા સાહેબ કૃષ્ણકુમાર સિંહજીને ભારત સરકાર જરા પણ વિલંબ કર્યા વગર મરણોત્તર ભારત રત્ન એવોર્ડથી નવાજે અને એમણે દેશ માટે કરેલા ત્યાગ સમર્પણની કિંમત કરે.

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન એવોર્ડ મળે તે માટે અત્યારસુધી અનેક સંસ્થાઓ સંગઠનો દ્વારા કેન્દ્ર સરકારમાં રજૂઆતો થઈ છે. ભાવ વંદના નામના ટ્રસ્ટ દ્વારા 3.50 લાખ પોસ્ટકાર્ડ ભાવનગરના લોકો દ્વારા સરકારને લખવામાં આવ્યા છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનજવર્સીટી દ્વારા 2017માં મહારાજા સાહેબને ભારત રત્ન મળવો જોઈએ તેવો ઠરાવ કરવામાં આવેલ છે અને સમગ્ર યુનિવર્સીટીએ માંગ કરી છે કે, ભારત રત્ન ભાવનગરના મહારાજા સાહેબને આપવામાં આવે.

થોડા દિવસો પહેલા આંતરરાષ્ટ્રીય કથાકાર શ્રી મોરારીબાપુ દ્વારા પણ માંગ કરવામાં આવી અને સરકારને અપીલ કરી છે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે, આજે વર્ષો વીતી ગયા છતાં સમગ્ર ભાવનગરના લોકો મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભૂલી શકતા નથી જેનું કારણ છે કે, ભાવનગરના એ મહાન રાજવીએ ભાવનગરની પ્રજા માટે અદભુત કામ કર્યું છે. પ્રજાલક્ષી ત્યારે ભાવનગરના તમામ લોકોની પ્રબળ માંગણી છે કે, કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન આપવામાં આવે.

આજે તારીખ 19 મે નો દિવસ એટલે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ દિવસની ભાવનગર રાજ્ય અને દેશના દેશી રાજ્યોમાં અત્યંત પ્રગતિશીલ રાજ્યનું સ્થાન તેના પ્રજા કલ્યાણના કાર્યો થકી પ્રાપ્ત થયું હતું. મારી પ્રજા સુખી થાઓ રાજ્યમાં લોકોનું કલ્યાણ થાય અને રાજ્ય પ્રગતિના પંથે આગેકૂચ કરતી રહે તે માટે ભાવનગર ગોહિલ વંશના શાસકો સદાય તત્પર રહેતા, જન્મદિવસ ખુશીના પ્રસંગે ભાવનગરના રાજવીઓ માત્ર ઉજવણીને પોતાના પૂરતી મર્યાદિત ન રાખી સમગ્ર પ્રજાને તેમાં સામેલ કરતા તેમ જ ઉપયોગી કાર્યોની ભેટ આપતા. આ પરંપરા મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી બીજા અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી સુધી ચાલી હતી.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તો પોતાની ખુશીના તમામ પ્રસંગોમાં રાજ્યના લોકોને સહભાગી બનાવ્યા હતા તેના પ્રત્યેક કાર્ય માટે આજે પણ ભાવેણાવાસીઓ તમને યાદ કરે છે. અને એટલા માટેજ આવા લોક કલ્યાણકારી મહારાજા અને ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના પણ પ્રિય એવા મહારાજાને કેન્દ્ર સરકાર હવે મોડું ના કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે અને મહારાજા સાહેબને ભારત રત્ન અપાય તેવી કેન્દ્ર સરકારને અપીલ કરી રહ્યા છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/OovPGjr
via IFTTT
I.T. engineer

إرسال تعليق