પશ્ચિમ બંગાળના બે દિવસીય પ્રવાસે ગયેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah West Bengal Tour) શુક્રવારે BCCI વડા સૌરવ ગાંગુલી સાથે મુલાકાત કરી હતી. અમિત શાહ ગાંગુલી (Amit Shah and Sourav Ganguly)ને કોલકાતામાં તેમના નિવાસસ્થાને મળ્યા હતા અને રાત્રિભોજન કર્યું હતુ. ગાંગુલીએ આજે આ બેઠક અંગે મીડિયાને માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ બેઠક રાજકીય નથી. તેઓ શાહને એક દાયકાથી વધુ સમયથી ઓળખે છે અને ઘણી વખત મળ્યા છે. બંગાળની મુલાકાત વખતે શાહે કોલકાતાના કાશીપુરમાં ભારતીય જનતા યુવા મોરચા (BJYM) કાર્યકર અર્જુન ચૌરસિયાના મૃત્યુને રાજકીય હત્યા ગણાવી હતી.
અમિત શાહે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસની માંગ કરી હતી. તે જ સમયે કલકત્તા હાઈકોર્ટે કમાન્ડ હોસ્પિટલમાં મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાનો આદેશ આપ્યો. પશ્ચિમ બંગાળની બે દિવસીય મુલાકાતે આવેલા શાહ શુક્રવારે ચૌરસિયાના ઘરે ગયા હતા. અગાઉ, સમાચાર આવ્યા હતા કે BJYM કાર્યકર રહસ્યમય સંજોગોમાં વિસ્તારની ખાલી ઈમારતમાં લટકતો જોવા મળ્યો હતો. શાહે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી (BJP) આ જઘન્ય અપરાધના દોષિતો માટે કાયદાની અદાલતો પાસેથી કઠોર સજાની માંગ કરશે. શાહે દાવો કર્યો કે ભાજપના અર્જુન ચૌરસિયાની રાજકીય રીતે હત્યા કરવામાં આવી છે. ચૌરસિયાના પરિવારજનોએ દાવો કર્યો હતો કે તેમની હત્યા કરવામાં આવી હતી.
“કેન્દ્રીય ગૃહ મંત્રાલય ચૌરસિયાના મૃત્યુના મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે”
ગૃહમંત્રીએ કહ્યું ગઈકાલે તૃણમૂલ કોંગ્રેસ (TMC)એ તેના ત્રીજા કાર્યકાળનું એક વર્ષ પૂર્ણ કર્યું અને હવે ફરીથી રાજકીય હિંસા અને હત્યાનો યુગ શરૂ થયો છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય ચૌરસિયાના મૃત્યુના મામલાને ગંભીરતાથી લઈ રહ્યું છે અને તેના પર રિપોર્ટ માંગ્યો છે. ગૃહમંત્રીએ એમ પણ કહ્યું કે ચૌરસિયાના પરિવારે ફરિયાદ કરી હતી કે તેમનો મૃતદેહ બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. શાહે કહ્યું કે દેશના કોઈપણ રાજ્યમાં આટલા કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યા નથી. તેમણે આરોપ લગાવ્યો કે આ સમગ્ર રાજ્યમાં ભયનું વાતાવરણ બનાવવાનો પ્રયાસ છે. આટલા બધા કેસ અન્ય કોઈ રાજ્યમાંથી સીબીઆઈને સોંપવામાં આવ્યા નથી. આનાથી સાબિત થાય છે કે અદાલતોને પોલીસ અને રાજ્યના વહીવટમાં વિશ્વાસ નથી.
Union Home Minister Amit Shah met with BCCI chief Sourav Ganguly and had dinner with him at his residence in Kolkata, West Bengal pic.twitter.com/dCn3TkgsT1
— ANI (@ANI) May 6, 2022
ટીએમસીના નેતાઓએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી
શાસક તૃણમૂલ કોંગ્રેસે શાહની ટિપ્પણી પર તીખી પ્રતિક્રિયા આપી હતી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે કેવી રીતે ગૃહપ્રધાને તપાસ પૂરી થાય તે પહેલાં જ મૃત્યુને હત્યા તરીકે દર્શાવવાનો પ્રયાસ કર્યો. ટીએમસીના વરિષ્ઠ નેતા અને મંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું કે કોઈપણ મૃત્યુ દુ:ખદ છે, પરંતુ કેન્દ્રીય ગૃહમંત્રી તપાસ પુરી થાય તે પહેલા જ તેને રાજકીય હત્યા કેવી રીતે કહી રહ્યા છે? ભટ્ટાચાર્યએ કહ્યું, શું તેઓ (શાહ) રાજકીય જ્યોતિષી બની ગયા છે? તેઓએ ટીએમસી સરકાર વિરુદ્ધ અફવા ફેલાવવાનું બંધ કરવું જોઈએ.
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/xAVhkYa
via IFTTT