Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Test link

Ahmedabad : SVPI એરપોર્ટ પર સમર કાર્નિવલની શરૂઆત, મુસાફરો 20થી વધુ પ્રવૃત્તિઓમાં વિનામૂલ્યે ભાગ લઈ શકશે

Summer Carvinal Ahmedabad Airport

અમદાવાદના(Ahmedabad)  સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ(SVPI) પર સમર કાર્નિવલ હેઠળ મુસાફરોને લાભ મળી રહ્યા છે. જેમાં સમર કાર્નિવલ અંતર્ગત મુસાફરોમાં ક્રીએટીવીટી વધારવાની સાથો સાથ આઉટલેટ્સ પર ડિસ્કાઉન્ટસ ઓફર કરવામાં આવી રહ્યું છે. મુસાફરોની સર્જનાત્મકતા પ્રદર્શિત કરવાની સાથો સાથ એરપોર્ટ પર અનેકવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. સમર કાર્નિવલ હેઠળ SVPI એરપોર્ટ પર 15મી મેથી 45 દિવસ સુધી મુસાફરો માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓ તેમજ આકર્ષક ડીલ્સનો પ્રવાહ ચાલુ રહેશે. આ સમર કાર્નિવલમાં મુસાફરો એરપોર્ટ ટર્મિનલની અંદર 20થી વધુ પ્રવૃત્તિઓમાં વિનામૂલ્યે ભાગ લઈ શકશે.

પ્રોફેશનલ જેવા વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે

મુસાફરો એરપોર્ટ પરથી પરિવહન કરતી વખતે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે. જેમાં કાચની પેઇન્ટિંગ, ઓરિગામિ, માસ્ક પેઇન્ટિંગ, રોક પેઇન્ટિંગ, DIY ક્રાફ્ટ અને મોકટેલ લેસન જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઉનાળાની આગ ઝરતી ગરમીમાં આવી પ્રવૃત્તિઓ મુસાફરોને રચનાત્મકતાની ઠંડકનો અહેસાસ કરાવશે. લોકોને મુસાફરીનો સર્વોત્તમ અનુભવ મળી રહે તે માટે SVPI એરપોર્ટ તેમની અપેક્ષા કરતાં વધુ આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. એન્ગેજમેન્ટ એક્ટીવીટીઝ ઉપરાંત સોશિયલ મીડિયા પ્રેમી મુસાફરો ટર્મિનલની અંદર બનાવવામાં આવેલા ખાસ રીલ બોક્સમાં પ્રોફેશનલ જેવા વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શકે છે. એરપોર્ટ પર કરવામાં આવી રહેલી વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓ મુસાફરોને આશ્ચર્યચકિત કરી મૂકે તેવી છે.

SVPI એરપોર્ટ પર હાલ 65થી વધુ આઉટલેટ્સ ઉપલબ્ધ

અગાઉ માત્ર 30 આઉટલેટ્સ ધરાવતા SVPI એરપોર્ટ પર હાલ 65થી વધુ આઉટલેટ્સ ઉપલબ્ધ છે. વધુ આઉટલેટ્સ હોવાથી મુસાફરો મનપસંદ ખાણી-પીણીની ચીજ વસ્તુઓનો મહત્તમ આનંદ ઉઠાવી શકે છે. વળી મોટાભાગના આઉટલેટ્સ સમર કાર્નિવલ હેઠળ તમામ મુસાફરોને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યા છે. એરપોર્ટ પર મોટાભાગના આઉટલેટ્સ આકર્ષક ડિસ્કાઉન્ટ કૂપન પણ ઓફર કરે છે. વળી કેટલાય F&B આઉટલેટ્સે ક્રોસ પ્રમોશન ઑફર્સમાં નવીનતમ અભિગમ અપનાવ્યો છે, જેમાં ગ્રાહકો રિટેલ આઉટલેટ્સ પર ડિસ્કાઉન્ટ/કૂપનનો લાભ પણ ઉઠાવી શકે છે.

સમર કાર્નિવલનો ઉદ્દેશ પ્રવાસીઓએ ખર્ચેલા નાણાનું મહત્તમ વળતર આપવાનો છે. ગ્રુપમાં મુસાફરી કરતા લોકોને કોમ્બો પેકનો લાભ લઈ શકે છે. ખાસ કરીને F&B આઉટલેટ્સ પર કે જ્યાં ઓછી કિંમતે વધુ ખાવાનો લાભ મળી શકે છે. રિટેલ આઉટલેટ્સ પર પણ અમુક મૂલ્યથી વધુની ખરીદી પર મુસાફરોને વધારાનું ડિસ્કાઉન્ટ મળે તેની ખાતરી છે.



from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/kywHKR5
via IFTTT
I.T. engineer

Post a Comment