Surat: એક બાજુ મોંઘવારીએ માજા મુકી છે. ત્યારે સામાન્ય વ્યક્તિને જીવન- જરૂરીયાતની ચીજવસ્તુ ખરીદવાના પણ ફાંફા પડી ગયા છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે હવે ગેસ સિલિન્ડરની (Gas cylinder) ચોરીના બનાવો પણ વધી ગયા છે. છેલ્લા એક મહિનામાં સરથાણા અને અમરોલી પંથકમાં 25 સિલિન્ડરની ચોરી કરનારા ચોરને પોલીસે (POLICE) પકડી પાડી 15 સિલિન્ડર કબજે લીધા હતા.
સુરતના સરથાણા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી સિલિન્ડર ચોરીના બનાવો વધી ગયા હતા. તેવામાં યોગીચોક, સાલવિયા સર્કલ, શ્યામધામ ચોક વગેરે જેવા વિસ્તારોમાં આવેલી સોસાયટીના પાર્કિંગમાંથી ઘર વપરાશમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડરોની ચોરીના બનેલા બનાવોને પગલે સરથાણા પોલીસ ચોંકી ગઈ હતી. તે બાબતે સુરત પોલીસે આ મામલે ગંભીરતાથી લઈ તપાસ સોંપવામાં આવી હતી. ત્યારે સરથાણા પોલીસે આ બાબતે વોચ ગોઠવી સિલિન્ડર ચોરને પકડી પાડયો હતો. અને બાદમાં સરથાણા પોલીસે સંજય માણીયાને પકડી પાડયો હતો.પોલીસે પુછપરછ કરતાં તેને છેલ્લા એક મહિનામાં સરથાણા અને અમરોલી પોલીસ મથકની હદમાં વિસ્તારોમાંથી 20-25 સિલિન્ડરની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
આમ સુરતમાં બોટલ ચોરી કરેલા આ સિલિન્ડર તે સાવલિયા સર્કલ પાસે એક વ્યકતિને રૂ.1500 1700 માં વેચી દેતો હતો. આ બાબતે સરથાણા પોલીસે 15 સિલિન્ડર કબજે પણ લીધા હતા. આ સાથે સરથાણાના પાંચ ગુનાના ભેદ ઉકેલાઈ ગયા હતા.હાલમાં તો પોલીસે 15 જેટલા ગેસના બોટલો કબ્જે કરવામાં આવ્યા છે.સુરતમાં ગેસના બોટલમાં ચોરી મામલામાં હજુ પણ કનેક્શન નીકળી શકે છે વધુ ગેસની બોટલો કબ્જે કરવામાં આવશે.
આ પણ વાંચો :હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દરેક લોકો સુધી પહોંચશે, આ દિવસે Zee5 પર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મનું પ્રીમિયર થશે
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/GrsIUpV
via IFTTT