IPL 2022 ની 25મી મેચ શુક્રવારે મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ પર રમાઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે (Sunrisers Hyderabad) કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને સળંગ ત્રીજી મેચ જીતી લીધી છે. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસ (Kane Williamson) ને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. કોલકાતાની ટીમે નિતીશ રાણાની અડધી સદીની મદદ થી 8 વિકેટે 175 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં 17.5 ઓવરમાં હૈદરાબાદે 3 વિકેટે લક્ષ્ય પાર કરી લીધુ હતુ. રાહુલ ત્રિપાઠી અને એઈડન માર્કરમ (Aiden Markram) એ શાનદાર અડધી સદી ફટકારી હતી.
હૈદરાબાદની શરુઆત કોલકાતાનો પીછો કરતા સારી રહી નહોતી. ઓપનર અભિષેક શર્મા (3) ની 3 રનના સ્કોર પર જ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ કેન વેલિયમસને (17) પણ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. બંને ઓપનરોને કોલકાતાના બોલર કમિન્સ અને રસેલે બોલ્ડ કર્યા હતા. આમ 39 રનના સ્કોર પર જ બંને ઓપનરની વિકેટ ગુમાવી દીધી હતી.
જોકે બાદમાં રાહુલ ત્રિપાઠીએ અને એઇડન માર્કરમે સ્થિતી સંભાળી લઈને શાનદાર રમત દર્શાવી હતી. રાહુલે અડધી સદી ફટકારી હતી, તેણે 37 બોલમાં 71 રન ફટકારીને જીતની આશા જીવંત રાખી હતી. તેણે 6 છગ્ગા અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની આતશબાજી વાળી રમતે કોલકાતાના બોલરોની મુશ્કેલી વધારી દીધી હતી. માર્કરમે પણ અર્ધશતકીય રમત રમી હતી. વિજય મેળવવા સુધી ક્રિઝ પર રહી અણનમ 68 રન 36 બોલમાં માર્કરમે ફટકાર્યા હતા. આ દરમિયાન 4 છગ્ગા અને 6 ચોગ્ગા તેણે જમાવ્યા હતા. તેની સાથે નિકોલસ પુરને અંતમાં સાથ પૂરાવ્યો હતો. તેણે અણનમ 5 રન કર્યા હતા.
A hat-trick of wins!
The Kane Williamson-led @SunRisers continue their fine run of form & bag 2⃣ more points as they beat #KKR by 7⃣ wickets.
Scorecard https://t.co/HbO7UhlWeq#TATAIPL | #SRHvKKR pic.twitter.com/gRteb5nOAJ
— IndianPremierLeague (@IPL) April 15, 2022
રાહુલ-માર્કરમ સામે કોલકાતાના બોલરોની એક ના ચાલી
કોલકાતાના બોલરોને શરુઆત ભલે સારી મળી હોય પરંતુ, તેને જાળવી રાખવામાં સફળતા મળી નહોતી. ઉમેશ યાદવ અને વરણ ચક્રવર્તીએ પણ નિરાશ રહેવુ પડ્યુ હતુ. વરુણ ખુબ જ ખર્ચાળ બોલર રહ્યો હતો. જોકે આંદ્રે રસેલ અને પેટ કમિન્સને વિકેટ મેળવવામાં સફળતા મળી હતી. કમિન્સને 1 વિકેટ મળી હતી, જ્યારે રસેલને 2 વિકેટ હાથ લાગી હતી.
રાણા અને રસેલે કોલકાતાને 175 ના સ્કોરે પહોંચાડ્યુ હતુ
આ પહેલા ટોસ હારીને મેદાને ઉતરેલ કોલકાતાની ટીમે 8 વિકેટે 175 રન કર્યા હતા. ઝડપ થી શરુઆતની ત્રણ વિકેટો ગુમાવી દીધા બાદ નિતીશ રાણા અને આંદ્રે રસેલે કોલકાતાની જવાબદારી પોતાના ખભે લીધી હતી. બંનેએ શાનદાર રમત રમી ને ટીમનો સ્કોર યોગ્ય ટાર્ગેટ મુજબ ખડક્યો હતો. રસેલે 25 બોલમાં 49 રન અને રાણાએ 36 બોલમાં 54 રન કર્યા હતા. રસેલે 4 છગ્ગા ફટકાર્યા હતા.
આ પણ વાંચો : IPL 20022: સિઝન થી બહાર થતા જ Deepak Chaharનુ છલકાયુ દર્દ, ફેન્સને નામ મેસેજ કરી આપ્યુ વચન
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો
from TV9 Gujarati- Gujarati News, Gujarati Samachar https://ift.tt/qJaKoFd
via IFTTT